વરસાદની સિઝન પૂરી થઈ ગઈ છે. વરસાદ બધં થઈ ગયા પછી ગરમીના પ્રમાણમાં વધારો થશે તેવી અપેક્ષા લોકોને હતી પરંતુ છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને શુક્રવારે રાયના તમામ વિસ્તારમાં ૩૫ ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાયભરમાં અત્યારે ગરમીનું પ્રમાણ જે હોવું જોઈએ તેના કરતાં ૧.૭ ડીગ્રીથી માંડી ૪.૨ ડિગ્રી સુધી નીચું તાપમાન છે. રાજકોટમાં શુક્રવારે મહતમ તાપમાન ૩૪.૨ ડિગ્રી હતું જે અત્યારે હોવું જોઈએ તેના કરતાં ૧.૭ ડિગ્રી ઓછું છે. આવી રીતે ભાવનગરમાં ૨.૩ ડીસામાં ૪.૨ નલિયામાં ૨.૪ ડિગ્રી ઓછું મહત્તમ તાપમાન છે. શુક્રવારે અમરેલીમાં ૩૪ ભાવનગરમાં ૩૨.૯ ભુજમાં ૩૪ દ્રારકામાં ૩૧.૭ જામનગરમાં ૩૨.૯ નલીયામાં ૩૨.૩ ઓખામા ૩૨.૫ વેરાવળમાં ૩૨.૬ અને અમદાવાદમાં સમગ્ર રાયમાં સૌથી વધુ ૩૪.૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાઈ ગઈ છે અને સાઉથવેસ્ટ દિશાના પવનો ફકાઈ રહ્યા છે. જેના કારણે ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો છે. મોડી રાતથી વાતાવરણમાં પલટો આવે છે અને ભેજનું પ્રમાણ વધી જતું હોવાથી લોકોને ગરમીમાં રાહત મળે છે. આજે સવારે ભેજનું પ્રમાણ સરેરાશ ૭૫ થી ૮૯% સુધીનું રહ્યું હતું અને તેના કારણે હળવી ઝાકળ અને વાહનોમાં ભીનાશ જોવા મળી હતી. બંગાળની ખાડીમાં નોર્થ દિશામાં લો પ્રેશર સર્જાયું છે અને તેની અસરના ભાગપે નોર્થ ઈસ્ટ તથા દક્ષિણના રાયોમાં વરસાદ પડી રહ્યો છે. તે સિવાય દેશના મોટાભાગના રાયો કોરા છે આજે સવારે અરબી સમુદ્રમાં પણ સાઉથ ઈસ્ટ દિશામાં સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું હતું. આ સિસ્ટમ કેરલ નજીક જોવા મળે છે અને તેના કારણે તામિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ સહિતના દક્ષિણના રાયોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech