વધુ શૈક્ષણિક લાયકાતો ધરાવતા હોય તો વધુ પગાર મળે અને ઓછી શૈક્ષણિક લાયકાત હોય તો ઓછો પગાર મળે તે હંમેશા સાચું હોતું નથી. શાળામાં નોકરી કરતા શિક્ષકને કોલેજમાં ભણાવતા અધ્યાપક કરતા ઓછો પગાર મળતો હોય તેવું પણ દરેક કિસ્સામાં બનતું હોતું નથી. ગુજરાતની જ વાત કરીએ તો અહીં શાળાના શિક્ષકોને ઓછું ભણતર હોવા છતાં વધુ પગાર મળે છે અને કોલેજમાં અધ્યાપક સહાયક તરીકે ભણાવતા પ્રોફેસરોને વધુ શૈક્ષણિક લાયકાત હોવા છતાં ઓછો પગાર મળે છે.
ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધયાપકો ની જગ્યા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમથી વિપરીત જઈને ગુજરાત સરકારે અધ્યાપક સહાયકની નવી પોસ્ટ ઉભી કરી તેના દ્રારા ભરતી કરવામાં આવે છે. પાંચ વર્ષ સુધી માત્ર પિયા ૭,૫૦૦ના માસિક પગારમાં નોકરી કર્યા પછી આવા અધ્યાપક સહાયકોને દર મહિને . ૪૦,૧૫૬ નો ફિકસ પગાર મળે છે.
એમ.એ બી.એડ કરનાર માધ્યમિક શાળાના શિક્ષકોની વાત કરીએ તો તેનો પગાર . ૪૯,૬૦૦ છે. બીએ,બીએડ કરનાર માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર પિયા ૪૦,૮૦૦ છે. બીજી તરફ એમ. એ.,એમ કોમ, એમએસસી, પીએચડી, કરનાર અને નેટ , સ્લેટ જેવી રાષ્ટ્ર્રીય કક્ષાની પરીક્ષા પાસ કરનાર અધ્યાપક સહાયકને માત્ર પિયા ૪૦,૧૫૬ મળે છે.
અધ્યાપક સહાયકોના આ પ્રશ્નને અને વેદનાને વાંચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા અને જાણીતા શિક્ષણ શાક્રી ડો. નિદત બારોટે રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી એવો સવાલ કર્યેા છે કે આપને નથી લાગતું કે અધ્યાપક સહાયકોનું આપણી સરકાર શોષણ કરતી હોય ? આ અધ્યાપક સહાયકોએ ઉચ્ચ અભ્યાસ કર્યા પછી સ્પીપા આયોજિત ત્રીપલ સી પ્લસ પરીક્ષા આપવાની છે. ૨૫ દિવસનો સઘન ગુ દક્ષતાનો કાર્યક્રમ કરવો પડે છે. સંશોધન પત્રો લખવા પડે છે. ચૂંટણી સહિતની સરકારની કામગીરી કરવી પડે છે અને આમ છતાં તેને પગાર ઓછો મળે છે તે કયાનો ન્યાય? નવમા –દસમા ધોરણમાં ભણાવતા શિક્ષકોની સરખામણીએ કોલેજમાં ભણાવતા અધ્યાપકોનો પગાર ઓછો હોય તે કદાચ માત્ર ગુજરાતમાં જ બનતું હશે ગુજરાતના ઘણા મોડેલને દેશ ફોલો કરે છે ત્યારે આ કિસ્સામાં અધ્યાપક સહાયકોને કરાતો અન્યાય દૂર થવો જ જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech