જામનગરમાં ગાઢ ધુમ્મસ: તાપમાન 14.5 ડીગ્રી

  • January 29, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્હેલી સવારે 5 થી 7 દરમ્યાન ઝાકળના કારણે હાઇવે પર વાહન ચાલકો થયા પરેશાન: 3 થી 5 ફેબ્રુઆરીના માવઠાની આગાહીથી ધરતીપુત્રો ચિંતામાં


જામનગર સહિત સમગ્ર હાલારમાં ઠંડક હજુ યથાવત રહી છે, આજે વ્હેલી સવારે 5 થી 7 વાગ્યા દરમ્યાન ગાઢ  ધુમ્મસને કારણે લોકો અને વાહન ચાલકો ભારે પરેશાન થયા છે, બીજી તરફ આગામી ફેબ્રુઆરીના 3 થી 5 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠુ થવાની શકયતા છે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે, ખેડુતોને ફરીથી આર્થિક નુકશાની વેઠવી પડશે, કારણ કે શિયાળુ પાક, ઘઉં, જી, ચણા સહિતના પાકને નુકશાની થવાની શકયતા છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 30.5 ડીગ્રી, હવામાં ભેજ 81 ટકા, પવનની ગતિ 10 થી 15 કિ.મી.પ્રતિકલાક રહી હતી. ફેબ્રુઆરીના પ્રથમ વિકમાં વિર્સ્ટન ડીસ્ટબન્સના કારણે ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાશે, જેના લીધે 3 દિવસમાં ગમે ત્યારે માવઠુ થવાની શકયતા છે, ઉત્તર ભારતના પહાડી દેશોમાં મજબુત વેર્સ્ટન ડીસ્ટબન્સ પસાર થઇ રહ્યું છે, જેની અસાર ગુજરાતમાં થશે ત્યારે માવઠુ થવાની શકયતા છે, આજે સવારે ભારે ઝાકળને કારણે હાઇવે ઉપર વાહનચાલકોને પોતાના વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મોડી રાત્રે ઠંડક જોવા મળી હતી.


ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે અને જામનગર શહેરમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે. વેર્સ્ટન ડીસ્ટબન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.


ગામડાઓમાં ખેતીકામ કરતા મજુરો તેમજ પશુ-પક્ષીઓને પણ ઠંડીની ભારે અસર પડી છે. ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે. ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે,  જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application