હોસ્પિટલમાં દરરોજ 20 જેટલા દર્દીઓને ડેન્ગ્યુને કારણે કરાય છે દાખલ: તાવ, શરદી, ઉધરસના 250થી વધુ કેસ નોંધાતા ડોકટરોમાં દોડધામ: કમળાના 4 થી 5 કેસો: એક મહીનામાં 600થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાતા હાહાકાર
જામનગર સહિત હાલારના કેટલાક ગામડાઓમાં છેલ્લા પાંચ-છ દિવસથી ડેન્ગ્યુના દર્દે ભારે હાહાકાર મચાવી દીધો છે, બે દિવસમાં થોડા કેસો ઘટયા છે, જી.જી.હોસ્5િટલના અધિક ડીન ડો.એસ.એસ.ચેટરજીના જણાવ્યા મુજબ દરરોજ 25 થી 30 દર્દીઓને ડેન્ગ્યુને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ઓપીડીમાં 50 થી 60 દર્દીઓ દવા લેવા આવે છે, તહેવારોમાં જ ડેન્ગ્યુએ ફરી માથુ ઉંચકતા ડોકટરોમાં પણ ચિંતા જન્મી છે, ખાસ કરીને જામનગરની આજુબાજુના ગામડાઓમાંથી પણ ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે અને ખાનગી હોસ્પિટલમાં પણ એક સર્વેક્ષણ મુજબ દરરોજ 25 થી 30 દર્દીઓ નોંધાતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આખા મહીનામાં 600થી વધુ દર્દીઓ ડેન્ગ્યુના નોંધાયા છે તે ખુબ જ ચિંતાજનક કહી શકાય.
શહેરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે આજે સવારે પણ ડેન્ગ્યુથી પીડાતા અનેક દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા માટે આવ્યા હતાં, 40 જેટલા દર્દીઓ જોવા મળ્યા હતાં, ગઇકાલે 20 થી વધુ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, એવરેજ ઓપીડી ગણીએ તો સાત દિ’માં 400થી વધુ દર્દીઓ સારવાર લેવા આવ્યા છે અને અઠવાડીયામાં 200થી વધુ દર્દીઓને દાખલ કરી સારવાર આપી રજા આપી દેવામાં આવી છે.
નવું પાણી આવ્યા બાદ પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે ત્યારે તાવ, શરદી, ઉધરસ, પેટમાં દુ:ખાવો, કમળો અને વાયરલ ઇન્ફેકશનના કેસોનું પ્રમાણ વઘ્યું છે, ખાનગી દવાખાનાની ઓપીડીમાં પણ દર્દીઓ બે-બે કલાક સુધી પોતાનો વારો આવવાની રાહ જુએ છે. સુમેર કલબ રોડ પરની હોસ્પિટલો, સમર્પણ હોસ્પિટલ, ઓશવાળ હોસ્પિટલ, ઇન્દુમધુ હોસ્પિટલ, રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પિટલ અને મહાપાલિકાએ બનાવેલી ત્રણ અદ્યતન હોસ્પિટલોમાં અનેક દર્દીઓ ડેન્ગ્યુના આવે છે, છેલ્લા અઠવાડીયાથી વાયરલ ઇન્ફેકશનવાળા દર્દીનું પ્રમાણ ખુબ વઘ્યું છે. બે કે ત્રણ દિવસ તાવ આવે એટલે દર્દી અઠવાડીયા સુધી ઉભો થઇ શકતો નથી તે પણ હકકીત છે.
જામનગર શહેર જ નહીં કાલાવડ, ખંભાળીયા, કલ્યાણપુર, લાલપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા સહિતના ગામોમાં પણ શરદી-ઉધરસના કેસોની સાથે ડેન્ગ્યુ અને તાવના કેસો વધી રહ્યા છે. રોગચાળાએ માજા મુકી છે ત્યારે દિવાળીના તહેવારોને માત્ર ત્રણ દિવસની વાર છે એવા અરસામાં ખાસ કરીને ડેન્ગ્યુ અને તાવના દર્દીનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે તે ચિંતાજનક કહી શકાય. જો કે કોર્પોરેશન દ્વારા અઠવાડીયામાં 211 ટીમોએ 96530 ઘરોનું સર્વેક્ષણ કર્યુ હતું જેમાં તાવના 760 દર્દીઓ જોવા મળ્યા હતાં, ડેન્ગ્યુ માટે પોઝીટીવ હોય તેવા 2469 સ્થળો 1656 જેટલા પાણી ભરેલા પાત્રો ખાલી કરાવાયા હતાં તેમજ 58339 પાણી ભરેલા પાત્રોમાં દવા એબેટ છાંટવામાં આવી હતી. આમ ડેન્ગ્યુ, તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેકશનના કેસો વધી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech