રાજકોટમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ ઢગલા બધં જોવા મળી રહ્યા છે. આ વચ્ચે રાજકોટમાં બે દિવસમાં ડેન્ગ્યુથી બે વ્યકિતના મુત્યુ થયા છે. ગઈકાલે આજીડેમ નજીક રહેતા ૨૧ વર્ષીય યુવકનું મોત થયા બાદ આજે વિજય પ્લોટમાં રહેતી ૧૦ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપતા પરિવારમાં આક્રદં સર્જાયો છે. બાળકીના પરિવારે રાજનગર ચોક પાસે આવેલી ભગત હોસ્પિટલની બેદરકારી હોવાનો પણ આક્ષેપ કર્યેા છે.
બનાવની પ્રા વિગત મુજબ વિજય પ્લોટ શેરી નં.૧૫૨૬ ના ખૂણે રહેતા મોહિતભાઈ જરિયાની ૧૦ વર્ષની પુત્રી નિરાલીની તબિયત પાંચેક દિવસથી ખરાબ હોવાથી નજીકના દવાખાનેથી દવા લીધી હતી. એમ છતાં સાં ન થતા રાજનગર ચોક પાસે આવેલી ભગત હોસ્પિટલમા સારવાર માટે લઇ જવાતા તેના રિપોર્ટ કરાવ્યા હતા જેમાં ડેન્ગ્યુની અસર હોવાનું જણાવી દાખલ કરવામાં આવી હતી. ત્રણેક દિવસ સારવાર આપ્યા બાદ પણ પ્લેટલેટ ઘટતા હોવાથી બાળકીએ છાતીમાં દુ:ખાવો થતો હોવાનું કહેતા ભગત હોસ્પિટલના તબીબે સિવિલમાં લઇ જવાનું કહેતા રાત્રીના બાળકીને એમસીએચ (ઝનાના) હોસ્પિટલના પીડિયાટિ્રક વિભાગમાં ખસેડવામાં આવી હતી. યાં રાતભર સઘન સારવાર બાદ આજે સવારે મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર નિરાલી બે બહેનમાં મોટી હતી અને પિતા મોહિતભાઈ છૂટક મજૂરી કામ કરે છે.
પિતા સહિતનાએ આક્ષેપ કર્યેા હતો કે, ભગત હોસ્પિટલના તબીબ દ્રારા ત્રણ દિવસ સુધી જરી સારવાર કરવામાં ન આવતા ડેન્ગ્યુને કારણે પુત્રીનું દય, ફેફસા સહિતના અંગો વધુ નબળા થવા લાગ્યા હતા અને ગંભીર સ્થિતિ જણાતા તબીબે હાથ ઉંચા કરી સિવિલમાં લઇ જવાનું કહી દીધું હતું. આક્ષેપોના પગલે પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMલાઈટ હાઉસમાં જમાદારના પુત્ર સહિત ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કર્યા
November 25, 2024 03:34 PMગુજરાતના ૧૨ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળો પર ૧૫ દિવસમાં ૭૧ લાખ સહેલાણીઓ આવ્યા
November 25, 2024 03:31 PMદોઢ લાખના ભાડે ટ્રકમાં બાડમેરથી ૨૩ લાખનો વિદેશી દારૂ ભરીને રાજકોટ લાવતા બેલડી પકડાઇ
November 25, 2024 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech