રાજકોટ શહેર જિલ્લામાં કલેકટર તત્રં હસ્તગત આવેલી સરકારી જમીનો પર થયેલા દબાણો દુર કરવાના ચાલી રહેલા ઓપરેશન રાજકોટ સીટીમાં રૈયા ચોકડી પાસે ૫૦ કરોડથી વધુની કિંમતની જમીન પર ઉભેલા રહેણાંક અને વાણીજય હેતુસરના દબાણો પર આજે બુલડોઝર ફેરવી દેવાયું હતું. કાચા–પાકા બાંધકામો જમીનદોસ્ત કરીને ૫૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
રૈયા રોડ પર બાપાસીતારામ ચોકની સામેની સાઈડ રૈયા સર્વે નં.૧૫૬ પૈકીની યુએલસીની ફાજલ થયેલી કલેકટર તત્રં હસ્તકની જગ્યા પર લાંબા સમયથી ગેરકાયદે દબાણ થયા હતા. પાકા બાંધકામો થઈ ગયા હતા. મામલતદાર પિમની ટીમ દ્રારા આ બાંધકામો દુર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ૫૦૦૦ ચો.મી. એટલી જગ્યા અંદાજીત પાંચ પ્લોટ પર ૧૦થી વધુ ઓરડી, ગેરેજ, પાંચ વંડા અને શોરૂમ, દુકાન બની ગઈ હતી. નોટિસ આપવા છતાં આ બાંધકામો દુર થયા ન હતા. આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મામલતદાર એ.એમ.જોષી, નાયબ મામલતદાર મહીરાજસિંહ પી. ઝાલા, સર્કલ ઓફિસર ડી.એલ. પાદરીયા, તલાટી મંત્રી શૈલેન્દ્રસિંહ રાણા, પુનમબેન કોરાટ, સ્નેહલબેન ગઢવી, રોહીણીબેન લાડવા, ગુંજનબેન ત્રિવેદી સહિતનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે દબાણગ્રસ્ત જગ્યા પર પહોંચ્યો હતોે.
અંદાજે ૪૫ થી ૫૦ કરોડ જેવી કિંમતની જગ્યા પર ઉભેલા ગેરકાયદે દબાણો ઓરડીઓ, વંડાઓ, દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. બાંધકામો જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા હતા અને ૫૦૦૦ ચોરસમીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દબાણકારો દ્રારા ઓરડીઓ બનાવીને ભાડે દઈ દેવાઈ હતી. આવી જ રીતે વંડાવાળીને ભાડે અથવા પોતાના ઉપયોગમાં લેવામાં આવતા હતા. અન્ય આવા ગેરકાયદે દબાણો ઉપર પણ મામલતદારની ટીમ દ્રારા બુલડોઝર ફેરવવામાં આવશે. રાજકોટ જિલ્લામાં કલેકટર તત્રં દ્રારા અંદાજે આવા બે હજારથી વધુ ધાર્મિક તેમજ રહેણાંક વાણીજય હેતુસરના દબાણો હોવાનો સર્વે થયો હતો અને હવે ધીમે ધીમે આવા દબાણો પર બુલડોઝર ફેરવીને કરોડોની જમીન ખુલ્લી કરાવાની કવાયત ચાલુ કરાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech