ચોમાસુ પૂર્ણતાના આરે પહોંચતા સાથે જ રાજકોટ મહાપાલિકાએ ડિમોલિશનનો દોર ફરી શ કર્યેા છે, દરમિયાન આજે શહેરના ગોંડલ રોડ ઉપર આનદં બંગલા ચોક નજીક આવેલા અશોક ગાર્ડન પાસે રેલવે પાટા નજીક આવેલા ૧૨ મીટરના ટીપી રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણપ રીતે બનાવેલા વર્ષેા જુના ૨૨ નાના મકાનો, બે મંદિર, ૨૦ ઇન્ડસ્ટ્રીયલ શેડનો દબાણપ હિસ્સો, એક ઢોરવાડો તેમજ કેબિન સહિતના કુલ ૪૬ દબાણો ઉપર બુલડોઝર ફેરવીને ડિમોલિશન કરાયું હતું.
વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોનના સિટી એન્જીનિયરએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ટાઉન પ્લાનીંગ શાખા દ્રારા આજે વોર્ડ નં.૧૩માં ટીપી સ્કીમ નં.૩(રાજકોટ)ના રેલ્વે પાટા પેરેલલ ૧૨ મીટર પહોળા અને અંદાજે ૧૫૦ રનીંગ મીટર લંબાઇમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો કરીને બનાવાયેલા ૨૨ નાના મકાનો, ૨ નાના મંદિર, ૨૦ ઇન્ડસ્ટ્રીયલ શેડ(પાર્ટલી), પાન મસાલાની એક કેબીન, એક ઢોર વાડો વિગેરે દબાણગ્રસ્ત હોવાથી ડિમોલિશન કરી અંદાજે .૧.૨૫ કરોડની કિંમતની કુલ ૨૫૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાવવામાં આવી હતી.
ઉપરોકત ડિમોલિશન કાર્યવાહીમાં મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇના માર્ગદર્શન અને નવ નિયુકત ટીપીઓ એસ.એમ.પંડાની સુચનાથી સેન્ટ્રલ ઝોન સિટી એન્જીનિયર રાવલ તથા ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના નવ નિયુકત સ્ટાફના એટીપી અર્જુન પટેલ, એટીપી મૌલિક ટાંક, એઇ ઋષિત શાહ, મહેશ સિયાણી, અભેસિંગ રાઠવા વિગેરે ઉપરાંત દબાણ હટાવ સ્ટાફ, રોશની સ્ટાફ વિગેરે જોડાયા હતા તેમજ વિજિલન્સ પોલીસ બ્રાન્ચના સ્ટાફએ સ્થળ ઉપર ચુસ્ત બંદોબસ્ત જાળવતા ડિમોલિશન શાંતિપૂર્વક સંપન્ન થયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech