અમદાવાદમાં ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર પોલીસે મેગા ડિમોલિશન કર્યા બાદ આજરોજ રાજકોટ પોલીસે પણ ગુનેગારોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની મોટી કાર્યવાહી કરી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વારંવાર ગુના કરવાની ટેવ ધરાવનાર હત્યા, લૂંટ, ધાડ, મારામારી, દારૂ સહિતના ગુનામાં સંડોવાયેલા 38 ગુનેગારોની યાદી તૈયાર કરી તેમના દ્વારા રૈયાધાર અને નવા ૧૫૦ ફૂટ રિંગરોડ વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે 55 થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે. ડિમોલ્યુશનની આ કામગીરી દરમિયાન કુલ 2,610 ચોરસ મીટર જમીન કે જેની કિંમત 6.52 કરોડ જેટલી થાય છે તે ખુલ્લી કરવામાં આવી હતી.
રાજકોટ પોલીસે વહેલી સવારથી જ રૈયાધાર નવા 150 ફૂટ રીંગ રોડ આસપાસના વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો. વહેલી સવારથી શરૂ કરવામાં આવેલી આ કામગીરી બપોરના એકાદ વાગ્યા સુધી ચાલી હતી. વારંવાર ગુના આચારવાની ટેવ ધરાવનાર શખસો વિરુદ્ધ પોલીસની આ આકરી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
રાજ્ય પોલીસવડા દ્વારા ૧૦૦ કલાકના એજન્ડા અંતર્ગત ગુનેગારોની યાદી તૈયાર કરી તેમના પર કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે તેમના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હોય જેને લઇ રાજ્યભરની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાના માર્ગદર્શનમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વારંવાર અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. સરેરાશ પાંચ કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા આ ગુનેગારોના ગેરકાયદે બાંધકામ અંગેની વિગતો મેળવ્યા બાદ આજરોજ વહેલી સવારના રાજકોટના મનપાના સ્ટાફને સાથે રાખી ગુનેગારોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આજરોજ વહેલી સવારના 6:30 વાગ્યા આસપાસ રૈયાધાર અને નવા 150 ફૂટ રીંગ રોડ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે જગદીશ બાંગરવા તથા યુનિવર્સિટી પોલીસ ગાંધીગ્રામ પોલીસ તાલુકા પોલીસ એલસીબી ઝોન-૨ સહિતના પોલીસ સ્ટાફ સાથે અહીં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ અંગે વિગત આપતા ડીસીપી જોઝ-૨ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, હત્યા હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ચોરી, મારામારી, દારૂ, સહિતના ગુનામાં સંડોવાયેલા અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવનાર ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં ૩૮ ગુનેગારોએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમના આ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની આજરોજ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે આ કામગીરી દરમિયાન કુલ નાના મોટા બાંધકામ મળી 50થી વધુ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરીથી 2610 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યા છે. જેની કિંમત 6,52,50,000 થાય છે તેના પર થયેલ બાંધકામની કિંમત 82.70 લાખ જેટલી છે. રાજકોટ પોલીસ દ્વારા વહેલી સવારમાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ 38 ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું
પોલીસ દ્વારા કરવામાં આવેલી મેગા ડિમોલિશનની આ કામગીરીમાં 38 ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં
116 થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન
રૈયાધાર અને નવા ૧૫૦ ફૂટ રિંગરોડ પર ગુનેગારોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે આજરોજ પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને સાથે રાખી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. ડિમોલિશનની આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો. ડી.સી.પી ઝોન-૨ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન. પટેલ, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એમ.હરીપરા, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. મેઘાણી તથા આ પોલીસ મથકના પીએસઆઇ અને તેમનો સ્ટાફ તેમજ એલસીબી ઝોન-૨ નો સ્ટાફ સહિત 116 થી વધુ પોલીસ જવાનો અહીં બંદોબસ્તમાં તૈનાત રહ્યા હતા.
સવારે 6:30 થી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઇ
યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વારંવાર ગુના આચારવાની ટેવ ધરાવનાર ગુનેગારોની યાદી તૈયાર કર્યા બાદ તે પૈકી જે ગુનેગારોએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હોય તેની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ આજરોજ આ ગુનેગારોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આજરોજ વહેલી સવારે ૬:૩૦ કલાકથી ડિમોલિશનની આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ચાર આરોપીઓ સામે હત્યાના ગુના
રૈયાધાર અને નવા 150 ફૂટ રીંગ રોડ પર ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ ગુનેગારો પૈકી ચાર આરોપીઓ સામે હત્યાના ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં ખુશાલ હમીરભાઇ મેરીયા, હમીર મનજીભાઈ મેરીયા, તોફિક બસીરભાઈ ખાંડુ, રાજેશ બીજલભાઇ ભોણીયા અને સેજાદ ઉર્ફે નવાઝ સુલતાનભાઈ જલવાણીનો સમાવેશ થાય છે. આ સિવાય પોલીસ દ્વારા જે ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે તે તમામ ગુનેગારો સરેરાશ પાંચ કે સાત અથવા તેનાથી વધુ ગુનામાં સંડોવાયેલા હોય તેવા ગુનેગારો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech