1પ દિવસમાં માંગ પૂરી કરવાની ચીમકી આપતા સફાઇ કામદારો: માંગ પૂરી નહીં થાય તો ગાંધી ચીંઘ્યા માર્ગે ઉપવાસ આંદોલન
જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા કાયમી તથા અવેજી સફાઇ કામદારોના પડતર પ્રાણ પ્રશ્ર્નો અંગે સંબોધીત શ્રી સમસ્ત હાઇપાવર સંકલન સમિતિ દ્વારા સફાઇ કામદરોના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા ચેરમેન મનહરભાઇ ઝાલા, વાઇસ ચેરમેન શોભનાબેન પઠાણ, હરીશભાઇ ચૌહાણ દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે.
સમસ્ત વાલ્મીકી સમાજ હાઇપાવર સંકલન સમિતિ દ્વારા કરવામાં આવતી માંગ, આ મુજબ આવેદનપત્રમાં જણાવેલ છે કે, જામનગર મહાનગરપાલીકાના સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદારોનું હાલનું સેટઅપ 1334 નું છે. જે ખુબ જ ઓછું છે. તે વસ્તી સવાહત પ્રમાણે વધારવામાં આવે તેવી માંગણી છે.
કાયમી સફાઈ કામદાર ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે અને તેવા કામદારોને વય નિવૃતિમાં 4 થી 5 વર્ષ બાકી હોય તેવા કામદારોના વારસદારોને રહેમ રાહે નોકરી આપવામાં આવતી નથી. તેવા કર્મચારીના વારસદારોને તાત્કાલીક કાર્યવાહી કરી રહેમ રાહે નોકરી આપવામાં આવે તેવી માંગણી છે.
જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ કોન્ટ્રાક પ્રથા ચાલતી સોસાયટીઓમાં સફાઈ કામદારો રાખી તેઓને નજીવાદરે 3 થી 4 હજાર પગાર આપી સફાઈ કામદારોનું શોષણ કરી મહાનગરપાલીકા પાસેથી તગડી રકમો મેળવી આર્થિક નુકશાન પહોંચાડે છે. આવી સોસાયટીઓમાં પસંદગી પામેલ અવેજી સફાઈ કામદારોનું વેઈટીંગ લીસ્ટમાંથી ક્રમસ કામદારોને પસંદ કરી પુરતું લઘુતમ વતેન આપી કામગીરી લેવા માંગણી છે.
જામનગર ખાતે જી.આઈ.ડી.સી. મસમોટા એરીયામાં સફાઈ કામદારોની તાતી જરીયાત ઉભી થવા પામે છે. આવા મસમોટા એરીયામાં મહાનગરપાલિકા હસ્તકના પસંદગી પામેલ સફાઈ કામદારોના વેઈટીંગ લીસ્ટમાંથી પસંદગી કરેલ અવેજી સફાઈ કામદારોને રાખી કામગીરી લેવામાં આવે તેવી માંગણી છે. જામનગર મહાનગરપાલીકા હસ્તકના કાયમી સફાઈ કામદારોને સરકારની ઉચ્ચતર પગાર ધોરણની નવી નિતી 10-20-30 વર્ષની જોગવાઈ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરી એરીયર્સ ચુકવવા માંગણી છે. જામનગર મહાનગરપાલીકા હસ્તકના કર્મચારીઓને 2005 પછી જે પેન્શન બંધ કરવામાં આવેલ છે.તેમાં સુધારો કરી જુનિ પેન્શન યોજના ચાલુ રાખવા અમારી માંગણી છે.
જામનગર મહાનગરપાલીકાના જનરલ મહેકમ ખાલી પડેલ જગ્યાઓ જેવી કે, કલાર્ક/હેડ કલાર્ક/એ.એસ.આઈ./પટ્ટાવાળા/ચોકીદાર/ડ્રાઈવર વિગેરે જગ્યાઓની કાયમી સફાઈ કામદારોને એજયુકેશન/લાયકાત મુજબ બઢતી અને નિમણૂંક આપવા માંગણી છે. શ્રી સમસ્ત વાલ્મીકી સમાજ હાઇપાવર સંકલન સમિતિ-જામનગર દ્વારા માંગણી સફાઇ કામદારોના હિતમાં હોય તેની ત્વરીત નોંધ લઇ આજથી 1પ દિવસમાં માંગણીઓનો વાટાઘાટો કરી મીટીંગ બોલાવી ઉકેલ લાવવા અંગેની ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરેલ છે.
જો આ માંગણી વ્યાજબી અને ન્યાયીક માંગણીનો ત્વરીત જણાવેલ સમયમયર્દિામાં ઉકેલ લાવવામાં નહીં આવે તો અમારે નાછૂટકે ગાંધીચીંઘ્યા માર્ગે ઉપવાસ આંદોલન અત્રેની જામનગર મહાનગરપાલિકા સામે છાવણી નાખવાની ફરજ પડશે. વધુમાં જર પડ્યે શહેરની તમામ સફાઇ કામગીરી ઠપ્પ કરી, બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે, તે અંગેની ગંભીર નોંધ લેવા આવેદનમાં ચેરમેન મનહરભાઇ ઝાલા દ્વારા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech