ભાણવડના રાણપર ગામે તાલુકા શાળાની તદ્દન નજીકમાં આવેલા મોબાઇલ ટાવરથી ગ્રામજનોમાં ફફડાટ રહે છે, આ બાબતે ગામના અગ્રણી પંકજભાઇ દવેએ જીલ્લા કલેકટર સહિતને લેખિત ફરિયાદ કરી બંધ હાલતમાં રહેલા ટાવરને ખસેડવાની માંગણી સાથે રજૂઆત કરી છે.
ભાણવડ પોરબંદર હાઇવે માર્ગમાં અને બરડા ડુંગરની ગોદમાં વસેલા રાણપર ગામમાં ઘણા સમયથી બી.એસ.એન.એલ.નો મોબાઇલ ટાવર રહ્યો છે, આમ તો ઘણાં સમયથી ટાવર બંધ હાલતમાં છે, વળી કોઇ ઉપયોગી પણ નથી. જેથી ગ્રામજનો માટે અડચણ પ પણ બનવા લાગ્યો છે.
ખાસ કરી મોબાઇલ ટાવરની તદ્દન નજીક તાલુકા શાળા છે, જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના કર્મચારીઓ ટાવર પાસેથી પસાર થવામાં ફફડાટ અનુભવે છે એવી કલેકટરને પત્રમાં ભીતિ દશર્વિી છે, તેમજ કોઇ વાવાઝોડા જેવી કુદરતી આફતમાં આ ઉંચો મોબાઇલ ટાવર નીચે આવી પડે તો મોટી દુર્ઘટના બની શકે.
જેથી બંધ હાલમાં ખડકાયેલા જોખમી મોબાઇલ ટાવરને તાકીદે ખસેડવાની માંગણી પત્રના અંતમાં પંકજભાઇ દવેએ કલેકટર સહિતને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં જોડિયા બંદરે ફિશિંગ બોટે પલટી મારી
December 19, 2024 02:06 PMજામનગરમાં કોંગ્રેસ દ્વારા ગૃહપ્રધાન અમિત શાહના વિવાદિત નિવેદન મુદ્દે વિરોધ પ્રદર્શન
December 19, 2024 01:05 PMજામનગર નાગનાથ ગેટ નજીક કેવી રોડ પાસે આવેલ શેરીમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન
December 19, 2024 12:45 PMશાહિદ -કૃતિનો રોમાંસ કોકટેલ 2'માં ખીલશે
December 19, 2024 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech