ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત
ભારતીય મજદૂર સંઘ જામનગર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરતા પત્રમાં જણાવ્યું છે કે ભારતીય મઝદૂર સંઘ સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતું ભારતનું પ્રથમ ક્રમાંકનું ટ્રેડ યુનિયન છે. અમો રાષ્ટ્રહિત, ઉદ્યોગહિત તથા કામદારહિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરીએ છીએ. આંગણવાડીમાં પણ અમારૂ મંડળ સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવે છે.અમો ઘણા વર્ષોથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ આંગણવાડીના કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા સતત અને વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ.
આંગણવાડી કર્મચારીઓ સરકારી કર્મચારીની માફક જ કામ કરે છે. સરકારની મોટા ભાગની યોજનાઓના વાહક તરીકે તેમનો અગત્યનો ફાળો છે. સમાન રીતે કામ કરતા હોવા છતાં તેઓને માનદ વેતન આપી તેમનું આર્થિક શોષણ થઈ રહેલ છે.તેમ મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું છે
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા SCA તથા અન્ય કેસોમાં વિગતવાર છણાવટ કરી આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેનોને સરકારી કર્મચારી જાહેર કરવા તથા તેઓને લાગૂ પડતા ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને મળતા પગાર ધોરણ મુજબ પગાર આપવા છ માસમાં નિતિવિષયક નિર્ણય લેવા અને ત્યાં સુધી મીનીમમ પે સ્કેલ આપવા ઠરાવેલ છે. આથી અમારી વર્ષો જૂની માંગણીને આનાથી સમર્થન મળેલ છે.
આ નાના અને ગરીબ વર્ગના કર્મચારીઓ વર્ષોથી નજીવા વેતનમાં સેવા કરી રહેલ હોઈ, તાકીદે સહાનુભૂતિ પૂર્વક નિર્ણય લઈ તેઓને હાઈકોર્ટના ચૂકાદા મુજબ વહેલી તકે પગાર ધોરણના લાભો મળે તે અંગે યોગ્ય કરવા ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી મનીષ બી.ગોહિલ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરતા પત્રમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કેદ
November 22, 2024 03:27 PMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 22, 2024 03:24 PMમોબાઇલ ટાવર્સનો કરોડોનો વેરો બાકી; જપ્તી નોટિસ
November 22, 2024 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech