કલ્પક મણિયાર સહિતના સાતના ફોર્મ રદ કરવા માગણી

  • November 09, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નાગરિક બેન્કની હાઈ વોલ્ટેજ ચૂંટણીમાં જયોતીન્દ્ર મામાના જૂથના એકહથ્થુ શાસનની સામે તેમના જ ભાણેજ કલ્પક મણિયારે બગાવતનો ઝંડો ઉઠાવ્યો એ મુદ્દો દિવસે દિવસે વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે કલ્પક મણિયારે પોતાની સંસ્કાર પેનલના ૧૫ ઉમેદવારો ઉભા રાખ્યા તેની સામે આજે સહકાર પેનલ દ્રારા વાંધો લેવામાં આવ્યો હતો. કલ્પક મણિયાર, લલિત વડેરિયા, મિહિર માણીયા, હિમાંશુ ચિનોય, નિમેશ કેસરિયાચૂંટણીના વિવિધ નિયમો અંતર્ગત યોગ્ય હોવાનો વાંધો કલેકટર સામે ઉઠાવતાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કલેકટર બંને પક્ષોને સાંભળીને સાંજે પાંચ વાગ્યે ચુકાદો આપવાનું નક્કી કયુ હતું.
સહકાર પેનલ દ્રારા લેવામાં આવેલા વાંધાઓમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ હતા જે તેમણે કલેકટર સમક્ષ રજુ કાર્ય હતા. સહકાર પેનલની દલીલ હતી કે બેન્કનો આઠ વર્ષ જુનો નિયમ છે કે આઠ વર્ષ સુધી બેંકમાં ડીરેકટર કે અન્ય હોદ્દા પર રહેનાર વ્યકિત ચૂંટણી લડી શકે નહીં. કલ્પક મણિયાર આઠ વર્ષ સુધી ડીરેકટર રહી ચુકયા છે એટલે તેમનું ફોર્મ રદ કરવું જોઈએ એવી રજૂઆત થઇ હતી.
આ ઉપરાંત સંસ્કાર પેનલના અન્ય ઉમેદવારો સામે લેવાયેલા વાંધાઓમાં મલ્ટી સ્ટેટ બેન્કના સભાસદ હોય તે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે નહીં તે અને ઉમેદવારીની દરખાસ્તને ટેકો આપનાર વ્યકિત કોઈ એક જ ઉમેદવારની દરખાસ્તને સમર્થન આપી શકે ત નિયમોનો સમાવશ થાય છે.
સહકાર અન સંસ્કાર બંને પેનાલો માટે આ ચૂંટણી પ્રતિાનો જગં બની ચુકી હોવાથી બંને તરફથી ટોચના વકીલોને ઉતારી દવામાં આવ્યા હતા અને કલેકટર કચેરીમાં અઢી કલાકથી વધુ સમય સુધી સામસામી દલીલો ચાલી હતી.
છેલ્લા ૨૭ વર્ષથી બિનહરીફ થતી નાગરિક બેંકમાં ડાયરેકટરોની ચૂંટણીમાં આ વખતે મામા સામે ભાણેજનો જગં જામ્યો છે અને ભયંકર આક્ષેપ–પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. કલ્પક મણિયારે થોડા દિવસ અગાઉ નાગરિક બેંકમાં કૌભાંડો ચાલે છે એવું કહીને ચર્ચા જગાવી ત્યારે જ લાગતું હતું કે તેઓ આ વખતે નાગરિક બેંકની ચૂંટણીમાં પોતાના માણસો ઉતરશે. બન્યું પણ એવું જ છે. મામા યોતીન્દ્ર મહેતા સમર્થિત સહકાર પેનલની સામે કલ્પક મણિયારે સંસ્કાર પેનલ
(અનુ. ૧૧મા પાને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application