ન્યૂનતમ પેન્શનમાં વધારો અને અન્ય લાભોની માંગ

  • January 22, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મજૂર મહાજન સંઘે ઇ.પી.એસ. ૯૫ પેન્શનરોના હિતમાં વડાપ્રધાનને કરી રજૂઆત


જામનગરના મજૂર મહાજન સંઘે ઇ.પી.એસ.-૯૫ પેન્શનરોના હિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર રજૂ કર્યું છે. આ આવેદનમાં મજૂર મહાજન સંઘે ન્યૂનતમ પેન્શનમાં વધારો કરવા, પેન્શનને વાસ્તવિક પગારના આધારે ચૂકવવા અને અન્ય લાભો આપવાની માંગ કરી છે.


આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઇ.પી.એસ.-૯૫ પેન્શનરોને હાલમાં મળતું પેન્શન ખૂબ ઓછું છે અને તેમની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતું નથી. આથી, મજૂર મહાજન સંઘે ન્યૂનતમ પેન્શનને માસિક રૂ. ૭,૫૦૦ સુધી વધારવાની માંગ કરી છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ પેન્શનને વાસ્તવિક પગારના આધારે ચૂકવવાની જોગવાઈ છે, પરંતુ આ નિર્ણયનું અમલીકરણ ધીમું ચાલી રહ્યું છે. આથી, મજૂર મહાજન સંઘે આ નિર્ણયનું ઝડપથી અમલીકરણ કરવાની માંગ કરી છે.


મજૂર મહાજન સંઘે એમ પણ જણાવ્યું છે કે, સરકાર દ્વારા પેન્શન ફંડમાં ૧.૧૬ ટકા નું યોગદાન આપવામાં આવે છે, જે પૂરતું નથી. આથી, પેન્શન ફંડમાં સરકારી યોગદાન વધારવાની જરૂર છે. જેથી કરીને પેન્શનરોને વધુ સારા લાભો મળી શકે. મજૂર મહાજન સંઘે આશા વ્યક્ત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે ધ્યાન આપશે, અને ઇ.પી.એસ.-૯૫  પેન્શનરોના હિતમાં યોગ્ય પગલાં લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News