ગ્રામ્ય કક્ષાએ તથા શહેરના સ્લમ વિસ્તારોના મકાનો કાયદેસર કરવા માંગણી

  • May 24, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવા દલિત સમાજ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત


અનુ.જાતિના જામનગર શહેરમાં અને સ્લમ વિસ્તારોમાં 60 થી 70 વર્ષોથી અનુ.જાતિના લોકો પછાત, ગરીબ, વસવાટ કરે છે. આવા વિસ્તારોમાં સર્વે કરી કાયદેસર સનદ વાળાના હોય જેથી લોકોને મકાનમાં ફેરફાર રીનોવેશ કરવાના હોય તો કોઇપણ જાતની રાજય સરકારની કોઇપણ સ્કીમના લાભ આ બાબતે યુવા દલિત સમાજના પ્રમુખ ચેતનકુમાર વી. ભાંભી દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી છે.


પત્રમાં વિસ્તૃતમાં જણાવ્યું છે કે, વર્ષો પહેલા ગામડાઓમાં અસ્પૃશ્યતા લીધે અનુસુચિત જાતિના લોકોને ગામડાઓમાં રોજગારી નહિ મળવાથી અને બાબાસાહેબ આંબેડકરજીનો નારો હતો કે દેહાંતી છોડો. શહેર જાવોના લીધે પણ ગામડાનો ગરીબ દલીત રોજીરોટી રડવા શહેરમાં સ્થળાંતર થયા પછી પણ વીસ વીસ વર્ષોથી રહેનારા દલિત સમાજનાં લોકોના આવાસોને યેનકેન પ્રકારે ખાલી કરાવી અને ઘર વિહોણાં કરી નાખ્યા છે જેના લીધે રાજકોટમાં વસતા અનેક દલીત લોકો ફરી પાછાં રહેવા ગામડાઓમાં પરત ફયર્િ છે.


આવા મકાનો અનુ.જાતિ અને પછાતો, ગરીબો અને મઘ્યમ વર્ગના કાયદેસર કરવામાં આવેલ નથી સનદ આપવામાં આવેલન થી આવા વિસ્તારોમાં અનુ.જાતિના ગરીબ અને મઘ્યમ વર્ગના લોકો રહેતા હોય વર્ષોથી વસવાટ કરતા હોય ભારતના સંવિધાનમાં પણ અધિકાર આપવામાં આવેલ છે. આર્ટીકલ (65) તથા કલમ 10 મુજબ જે લોકો 12 વર્ષ કરતા વધારે સમયથી વસવાટ કરતા હોય તેને કાયદેસરના માલિકી હકક આપવા જોઇએ જે આજદિન સુધી આવા લોકોને આપવામાં આવેલ નથી.


રોજગારી માટે ઔદ્યોગિક વસાહતોની આજુબાજુના ગામડાઓમાં માઇગ્રેટ થયેલ દલિતો વસવાટ માટે રહેવા લાગ્યા છે ત્યારે તે ગામડાઓમાં ખરાબાની સંપુર્ણ જમીન પર ખેડુતોના કબજા છે. આથી અમુક કહવાતી ગૌચરની જમીનો પર દલીત પછાત સમાજનાં લોકોએ મકાન બનાવ્યા છે તે મકાનો કાયમી કરવા મારી વિનંતી છે. ઉપરાંત ગામડાઓમાં લગભગ ખરાબમાં ખેડૂતોએ ખેતી માટે દબાણ કરેલ છે. આથી દલીત લોકોને મકાન બનાવવા ગૌચરની જમીન હોય તો પણ ગૌચરની જમીન પર મકાન બનાવવા આપવામાં આવે તે માટે પરિપત્ર કરવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application