ગ્રાહકોના ઘરે સ્માર્ટમીટર લગાડવા માંગ જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રજુઆત

  • February 02, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જામનગર વીજ ગ્રાહકો માટે સ્માર્ટ વીજ મીટર ન લગાડવા અંગે લડત ચલાવવામાં આવે છે તો આ અંગે આપના સાથ અને સહકારની જરુર હોય આપશ્રી પણ સ્માર્ટ મીટર લડતમાં જોડાઇને સ્માર્ટવીજ મીટર અંગેના વાંધા સુચનો, સંસ્થાના મોબાઇલ નં. ૯૮૨૪૨ ૫૪૮૬૨ ઉપર મોકલી લડતને વધુ વેગ આપવા તેમજ સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.
પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટરનો હેતુ વીજ ચોરી રોકવાનું જણાય છે. પરંતુ ખરેખર જયાં મોટી મોટી ચોરીઓ થતી હોય તેવા મોટા મોટો ઉદ્યોગો, કારખાનાઓ, દરેડ વિસ્તાર, મોટી રીફાઇનરીઓ તેમજ મોટા કારખાનામાં સ્માર્ટ વીજ મીટર લગાડવાની શરુઆત કરવી જોઇએ. પરંતુ સામાન્ય ગ્રાહકોના ઘરે વીજ મીટર લગાડવાની શરુઆત કરવાથી મતલબ એમ થાય કે સામાન્ય માણસો જ વીજ ચોરી કરે છે અને અન્ય કોઇ ઉદ્યોગો કે કારખાનાઓ ચોરી કરતા નથી તેવું પીજીવીસીએલને જણાય છે આ બાબતે જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઇ મજીઠીયાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.
પીજીવીસીએલ દ્વારા સ્માર્ટમીટર પહેલા તમામ સરકારી કચેરીઓમાં તમામ સરકારી કર્મચારીઓના રહેઠાણોમાં તમામ ઉદ્યોગપતિઓના કારખાના તેમજ રહેઠાણ ઉપર સ્માર્ટવીજ મીટર લગાડી વીજ ચોરી રોકવી. પીજીવીસીએલની કુશળતા અને કાર્યદક્ષતા ગણાય સામાન્ય ઘર વપરાશના ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાડવાથી કેટલી ચોરી ઓછી થવાની છે શું ચોરી રોકાશે? વીજ ગ્રાહકોની તકલીફો વધારવા માટેના પ્રયાસો છેકે શું? આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application