કૃષિમંત્રી દ્વારા સિચાઇ મંત્રીને કરાઇ રજૂઆત
રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલની આગેવાની હેઠળ ધ્રોલ તાલુકાના ગામડાઓમાં સૌની યોજના હેઠળ પાણી મળી રહે એ માટે રાજ્યના સિંચાઇ મંત્રી કુવરજીભાઇ બાવરીયાને રજૂઆત કરવામાં આવેલ છે.
ધ્રોલ તાલુકામાંથી સૌની યોજનાની પાઇપલાઇન પસાર થાય, તેની બન્ને સાઇડમાં ૩ કી.મી.ની મર્યાદામાં આવતા ગામો જેવા કે, સુધાધુના, લૈયારા, સણોસરા, ખેંગારકા અને કાતડા ગામોમાં સૌની યોજનાથી આવેલા ચેકડેમો અને તળાવો ભરી તે માટે હૈયાત પાઇપલાઇનમાંથી ટેપીંગ કરી આ ગામોને સૌની યોજનાનું પાણી મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવે, સાથોસાથ જાયવા, મોટા ઇટાળા, બીજલકા તેમજ ખારવા ગામનું પણ પાણી મળી રહે તે માટે કૃષિમંત્રી દ્વારા સિંચાઇ મંત્રીને લેખિત પત્ર રજૂઆત કરવામાં આવેલ.
આ રજૂઆત સમયે ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, યાર્ડના પૂર્વ ચેરમેન રસિકભાઇ ભંડેરી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભીમજીભાઇ મકવાણા અને સાધુધુના, જાયવા, ખારવા, કાતરડા, ખેંગારકા, લૈયારા, સણોસરા, મોટા ઇટાળા, બિજલકા સહિતના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચૂંટણી સમયે વચનો આપી ગયા હવે વડિયાને લાંબા અંતરની ટ્રેનો અપાવો
November 26, 2024 10:29 AMવડાપ્રધાન મોદીની હાજરીમાં ગ્લોબલ કોન્ફ૨ન્સનો પ્રારંભ
November 26, 2024 10:27 AMગાયત્રી મંદિર સામે મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
November 26, 2024 10:25 AMઆજકાલના ડિજિટલ પ્લેટફોર્મ ના પગલે વાડી પ્લોટ શાકમાર્કેટ પાસેના ગાર્ડનમાં યુદ્ધના ધોરણે થઈ સફાઈ
November 26, 2024 10:18 AMખંભાળિયાના મહાદેવ વાડામાં શનિવારે બુદ્ધભટ્ટી પરિવારનો હવન
November 26, 2024 10:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech