દિલ્હી સૌથી પ્રદુષિત રાજધાની પ્રદૂષણમાં ભારત ત્રીજા નંબરે

  • March 19, 2024 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વિસ જૂથ આઈકયુ એરએ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે, જેમાં ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. પેટાઈ દ્રારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, બિહારનું બેગુસરાય વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં છે.

સ્વિસ જૂથ આઈકયુ એર અનુસાર, ભારત ૨૦૨૩માં ૫૪.૪ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરેરાશ વાર્ષિક પીપીએમ ૨.૫ સાથે ૧૩૪ દેશોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી ત્રીજા ક્રમે સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતું હતું. સ્વિસ સંસ્થા આઈકયુ એર દ્રારા ૨૦૨૩નો અહેવાલ જણાવે છે કે બાંગ્લાદેશમાં ૭૯.૯ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને પાકિસ્તાનમાં ૭૩.૭ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની નબળી હવાની ગુણવત્તા હતી. ભારત વર્ષ ૨૦૨૨માં ૫૩.૩ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરેરાશ પીપીએમ ૨.૫ સાથે આઠમા સૌથી પ્રદૂષિત દેશ તરીકે સ્થાન પામ્યું હતું. ૨૦૨૨ના રેન્કિંગમાં શહેરનું નામ આવ્યું ન હતું. દિલ્હી ૨૦૧૮થી સતત ચાર વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ૧.૩૬ અબજ લોકો પીએમ ૨.૫ના સંપર્કમાં રહ્યા હતા. ૨૦૨૨ના વલ્ર્ડ એર કવોલિટી રિપોર્ટમાં ૧૩૧ દેશો અને પ્રદેશોના ૭,૩૨૩ સ્થળોનો ડેટા સામેલ છે. ૨૦૨૩માં, આ સંખ્યા વધીને ૧૩૪ દેશો અને પ્રદેશોમાં ૭,૮૧૨ સ્થાનોના ડેટા સામેલ કરાયા છે. નોંધનીય છે કે વિશ્વમાં દર નવમાંથી એક મૃત્યુ પ્રદૂષણને કારણે થાય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો બની રહ્યો છે. ડબલ્યુએચઓના અહેવાલો અનુસાર, વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે અંદાજિત ૭૦ લાખ અકાળ મૃત્યુ માટે જવાબદાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application