દિલ્હીની સરકારી ઓફિસોનો સમય બદલાયો, સીએમ આતિષીએ લીધો નિર્ણય

  • November 15, 2024 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિને જોતા દિલ્હીમાં સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીએમ આતિશીએ કહ્યું કે દિલ્હી સરકારની ઓફિસોનો સમય સવારે 10 થી સાંજના 6:30 સુધી બદલાયો છે. સીએમ આતિષીએ કહ્યું કે આ નિર્ણય બાદ ટ્રાફિકની સમસ્યામાં પણ ઘણી હદે રાહત થશે.


સીએમ આતિશીએ ટ્વિટર પર લખ્યું, "દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસો સવારે 8:30 થી સાંજે 5 વાગ્યા સુધી, કેન્દ્ર સરકારની ઓફિસો સવારે 9 થી સાંજે 5:30 અને દિલ્હી સરકારની ઓફિસો સવારે 10 થી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલશે."


ટ્રાફિકની ભીડ અને સંલગ્ન પ્રદૂષણ ઘટાડવા માટે, સમગ્ર દિલ્હીમાં સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર

 1. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન: સવારે 8:30 થી સાંજે 5 વાગ્યા સુધી

 2. કેન્દ્ર સરકાર: સવારે 9 થી સાંજના 5:30 વાગ્યા સુધી

 3. દિલ્હી સરકાર: સવારે 10 થી સાંજના 6:30 વાગ્યા સુધી


દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આજથી GRAPનો સ્ટેજ 3 લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે રાજધાનીમાં 106 વધારાની ક્લસ્ટર બસો ચાલશે અને મેટ્રો ટ્રેન 60 વધારાની ટ્રિપ્સ કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application