દિલ્હી લિકર કૌભાંડઃમનીષ સિસોદિયાની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન અરજી ફગાવી,હાઈકોર્ટમાં અપીલ કરશે

  • May 30, 2023 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દારૂ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. તેના જામીન અંગેનો નિર્ણય 26 એપ્રિલે આવવાનો હતો, પરંતુ કોર્ટમાં સુનાવણી થઈ શકી ન હતી. આ પછી, નવી તારીખ 28 એપ્રિલ આપવામાં આવી. 18 એપ્રિલે આ મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મનીષ સિસોદિયા હવે જામીન માટે હાઈકોર્ટમાં અપીલ કરશે.



મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ઇડી દ્વારા જેલમાં તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. ઇડી દ્વારા પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની 9 માર્ચે જેલમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. ઇડીએ સિસોદિયાની રિમાન્ડ પર પણ પૂછપરછ કરી હતી. સિસોદિયાએ આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરીને જામીનની માંગ કરી હતી. ગયા મહિને પણ તેણે જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.


દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ નીતિના અમલ પછી, દિલ્હી સરકારે આવકમાં વધારાની સાથે માફિયા શાસનનો અંત લાવવાની દલીલ કરી હતી, પરંતુ  દિલ્હી સરકારને આવકનું નુકસાન થયું છે. જુલાઈ 2022 માં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક રિપોર્ટ સોંપ્યો હતો જેમાં મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.


એલજીએ આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી હતી. એલજીની ભલામણ બાદ સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મનીષ સિસોદિયા સહિત 15 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 22 ઓગસ્ટે EDએ એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. લગભગ છ મહિનાની તપાસ બાદ સીબીઆઈએ ફેબ્રુઆરી મહિનામાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારથી મનીષ સિસોદિયા જેલના સળિયા પાછળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application