દેશની રાજધાની દિલ્હીની ડેરી કોલોનીઓમાં પશુ ઓ વધુ દૂધ આપે તે માટે અપાતા ગેરકાયદે ઓક્સીટોસીનના ઉપયોગ પર દિલ્હી હાઈકોર્ટ કડક વલણ અખત્યાર કર્યું છે અને અગત્યની સૂચનાઓ જારી કરી છે.દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પયર્પ્તિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્વચ્છ સ્થળો અને જાહેર આરોગ્યની સુરક્ષા અને પ્રાણીઓની ક્રૂરતાને રોકવા માટે ડેરીઓને સ્થાનાંતરિત કરવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. તે જ સમયે, કોર્ટે લેન્ડફિલ સાઇટ્સ નજીક સ્થિત ડેરીઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની ડેરી કોલોનીઓમાં ગેરકાયદેસર ઓક્સીટોસીનના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે.કોર્ટે રાજધાનીની તમામ ડેરી વસાહતોમાં ગેરકાયદેસર ઓક્સીટોસિન હોર્મોનના માર્યિદિત ઉપયોગ સાથે વ્યવહાર કરવા માટે સૂચનાઓ જારી કરી હતી.દિલ્હી હાઈકોર્ટે જાનવરોને ઓક્સીટોસિન આપવા પર કડક આદેશ કર્યો છે. ચુકાદો આપતી વખતે, દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહન અને ન્યાયમૂર્તિ મનમીત પીએસ અરોરાની ખંડપીઠે કહ્યું કે યોગ્ય અધિકૃતતા વિના ઓક્સિટોસિન આપવું સંબંધિત કાયદા હેઠળ ગુનો છે. દિલ્હી હાઈકોર્ટે રાજધાનીની ડેરી કોલોનીઓમાં વિવિધ કાયદાઓના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ અરજી સુનૈના સિબ્બલ, અશર જેસુડોસ અને અક્ષિતા કુકરેજા દ્વારા દાખલ કરવામાં આવી છે.કોર્ટે ડ્રગ કંટ્રોલ વિભાગ અને જીએનસીટીડીને નિયમિત તપાસ કરવા અને ઓક્સીટોસીનના ગેરકાયદે ઉપયોગના કેસ કાયદા હેઠળ નોંધવામાં આવે તેની ખાતરી કરવા જણાવ્યું હતું.
પોલીસના ગુપ્તચર વિભાગને કામે લગાડ્યો
કોર્ટે દિલ્હી પોલીસના ગુપ્તચર વિભાગને ઓક્સીટોસીનના સ્ત્રોતોની ઓળખ કરવાની અને ગુનેગારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જવાબદારી પણ સોંપી છે. પિટિશનમાં જાહેર આરોગ્યની સુરક્ષા અને પ્રાણીઓની ક્રૂરતાને રોકવા માટે ડેરીઓને પયર્પ્તિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વચ્છ સ્થળો પર સ્થાનાંતરિત કરવાની જરૂરિયાત દશર્વિવામાં આવી હતી. લેન્ડફિલ સાઇટ્સની નજીક આવેલી ડેરીઓ પર ચિંતા વ્યક્ત કરતી વખતે, કોર્ટે દૂષિત ફીડ અને દૂધ દ્વારા ઉદ્ભવતા સંભવિત આરોગ્ય જોખમોને કારણે ડેરીઓને સ્થાનાંતરિત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો
8મીએ થશે વધુ સુનાવણી
કોર્ટે મ્યુનિસિપલ સંસ્થાઓ, પશુ ચિકિત્સા વિભાગ અને ખાદ્ય સુરક્ષા અધિકારીઓના મુખ્ય અધિકારીઓને 8 મેના રોજની કાર્યવાહીમાં હાજર રહેવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોર્ટે અધિકારીઓને યોગ્ય પુનર્વસવાટની જગ્યાઓ શોધવા અને દિલ્હીમાં ડેરી કામગીરી સંબંધિત જટિલ સમસ્યાઓના નિરાકરણ માટે સંકલન પ્રયાસો કરવાની જવાબદારી પણ સોંપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech