દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દારૂ નીતિ સંબંધિત કેસમાં કોર્ટની સુનાવણીનું વીડિયો રેકોર્ડિંગ હટાવવાનો આદેશ આપ્યો છે.
28 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં એક્સાઈઝ પોલિસી કેસ સાથે જોડાયેલી સુનાવણી થઈ હતી. જેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયો રેકોર્ડિંગ સુનીતા કેજરીવાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું. હાઈકોર્ટે શનિવારે સુનીતા કેજરીવાલને આ વીડિયો હટાવવાનો આદેશ આપ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ટ્રાયલ કોર્ટને સંબોધતા જોવા મળી રહ્યા છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા અને અમિત શર્માની બેન્ચે ઉલ્લંઘનનો આરોપ લગાવતી અરજી પર સુનિતા કેજરીવાલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, Meta અને YouTube સહિત છ લોકોને નોટિસ ફટકારી છે. કોર્ટે એક પક્ષીય વચગાળાનો આદેશ પસાર કર્યો અને કહ્યું કે આ કેસની વધુ સુનાવણી 9 જુલાઈએ હાથ ધરવામાં આવશે.
આ અરજી વકીલ વૈભવ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમની અરજીમાં વૈભવ સિંહે દાવો કર્યો હતો કે જ્યારે અરવિંદ કેજરીવાલને 28 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં તેમની ધરપકડ બાદ ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે કોર્ટને વ્યક્તિગત રીતે સંબોધિત કરવાનું પસંદ કર્યું હતું અને કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું. દિલ્હી હાઈકોર્ટના 2021ના કોર્ટ નિયમો મુજબ વીડિયો કોન્ફરન્સિંગ હેઠળ પ્રતિબંધિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાના વિરમદળ ગામે કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ
July 03, 2024 11:46 AMજૈનાચાર્યની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
July 03, 2024 11:43 AMખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં રવિવારથી સર્વોત્તમ સ્તોત્રના પાઠનો મહોત્સવ
July 03, 2024 11:40 AMજામનગરમાં ગુનાખોરીને અટકાવવા સિટી-એ ડિવિઝન સર્વેલન્સ પોલીસની 'નાઇટ ટ્રાફિક ડ્રાઇવ' યોજાઇ
July 03, 2024 11:39 AMદેવભૂમિ દ્વારકામાં પેનલ એડવોકેટ તરીકે જિલ્લા અદાલત સાથે જોડાવાની તક
July 03, 2024 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech