દિલ્હી ભાજપના નેતાએ મહિલાઓને ૧૧૦૦ રોકડા રૂપિયા આપતા વિવાદ

  • December 25, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચાલી રહેલી હંગામા વચ્ચે પશ્ચિમ દિલ્હીના પૂર્વ બીજેપી સાંસદ પ્રવેશ વર્માને લઈને એક સનસનાટીભર્યેા મામલો સામે આવ્યો છે. તેના ઘરના પાછળના દરવાજે મહિલાઓની ભીડ છે. મહિલાઓ ઘરની અંદરથી બહાર આવી રહી છે. બહાર નીકળતી મહિલાઓના હાથમાં કાર્ડ હોય છે. જેના પર લખેલું છે કે માસિક લાડલી સ્કીમ ૧૧૦૦ પિયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી જીત્યા બાદ ૨૫૦૦ પિયા આપવામાં આવશે. તેના માટે તમારે કમળનું પ્રતીક બટન દબાવવું પડશે. સીએમ આતીશીએ દાવો કર્યેા છે કે પ્રવેશ વર્માના ઘરમાં કરોડો પિયા રાખવામાં આવ્યા છે, તે મહિલાઓમાં વહેંચી રહ્યો છે
ભાજપના પૂર્વ સાંસદ પ્રવેશ વર્માના ઘરની બહાર આવતી મહિલાઓનું કહેવું છે કે તેમને કહેવામાં આવ્યું છે કે તેમને ૧૧૦૦ પિયા મળી રહ્યા છે. તેઓ તે મેળવવા માટે આવી રહ્યા છે. પૈસાની વહેંચણીને લઈને આમ આદમી પાર્ટીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્ર્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ભાજપના નેતા અને પૂર્વ સાંસદ પરવેશ સાહિબ સિંહ વર્મા પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ પૈસાની વહેંચણી કરી રહી છે. મહિલાઓને ભાજપને વોટ આપવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
પ્રવેશ વર્માના ઘરની બહાર મહિલાઓ લાઈન લગાવવા લાગી ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ મહિલાઓને હટાવી રહી છે. યારથી આ મામલો સામે આવ્યો છે ત્યારથી પ્રવેશ વર્માનું નિવેદન બહાર આવ્યું નથી. બીજેપી નેતા પ્રવેશ વર્માના ઘરે મહિલાઓને પૈસા વહેંચવાના મામલે દિલ્હીના સીએમ આતિશનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું, 'ભાજપ પૈસા વહેંચીને દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માંગે છે. ભાજપના પૂર્વ સાંસદ પ્રવેશ વર્માના ઘરમાં કરોડો પિયા પડા છે.તેણે સીબીઆઈ અને ઈડી પાસેથી તપાસની માંગ કરી છે. આતિશીએ કહ્યું કે ચૂંટણી પંચે પરવેશ વર્માની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application