રાજકોટ મહાપાલિકામાં છેલ્લા પાંચ મહિનાથી બિલ્ડીંગ પ્લાન પાસ કરવામાં તેમજ બીયુ પરમિશન આપવામાં અસહ્ય વિલબં અને અવનવા વાંધા વચકા કાઢીને પ્લાન રિજેકશનનું પ્રમાણ ભયજનક હદે વધી જતાં રાજકોટના વિકાસને દિવાળી ટાણે બ્રેક લાગી ગઇ છે તેવી રજુઆત રાજકોટ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ એસોસિએશન દ્રારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને બ મળીને કરવામાં આવી હતી. આવા કારણોસર રાજકોટ શહેરમાં મહાપાલિકા વિસ્તારમાં જ હાલ ૭૦૦ જેટલા પ્રોજેકટસ લટકી પડા હોવાની પણ મુખ્યમંત્રી જણાવતા ભુપેન્દ્રભાઇએ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરાશે તેવી હૈયાધારણા આપી હતી.
રાજકોટ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ એસોસિએશનના હોદ્દેદારો પ્રવિણભાઇ કાનાબાર, કેતનભાઇ હિંડોચા, દિલીપભાઇ હિરપરા, પંકજભાઇ ખૂંટ, હર્ષિતભાઇ જોગીયા સહિતનાઓએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની આગેવાનીમાં મુખ્યમંત્રીને બ મળી કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં સમયથી રાજકોટ મહાપાલિકામાં નવા બાંધકામ પ્લાન મંજુર કરવામાં તેમજ બાંધકામ પૂર્ણ થઇ ગયું હોય તેવા બિલ્ડીંગના બીયુપી (કમ્પ્લીશન સર્ટિફિકેટ) આપવામાં અસહ્ય વિલબં કરાતો હોય આ મામલે તાકિદે યોગ્ય કરવા માંગણી છે. ખાસ કરીને લાવર બેડ મતલબ કે બિલ્ડીંગથી આગળ બે ફટનું આર્કિટેકચરલ પ્રોજેકશન કરાયું હોય તેવા કિસ્સામાં પ્રોજેકશન તોડવા ફરજ પાડવામાં આવતી હોવા મામલે ભારપૂર્વક ધારદાર રજુઆત કરાઇ હતી. તદઉપરાંત ટીપી બ્રાન્ચમાં બદલીથી મુકાયેલો નવનિયુકત સ્ટાફ તદ્દન બિનઅનુભવી હોય તેમજ વિવેક બુધ્ધિને આધિન સત્તાનો ઉપયોગ કરવાને બદલે જડ વલણ દાખવતો હોવાની અંગે પણ ચર્ચા કરાઇ હતી. લગભગ લોકસભા ચૂંટણીની આચારસંહિતા વખતથી (ખાસ કરીને અિકાંડ પછીથી) આવી સ્થિતિ સર્જાયાનું જણાવાયું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ ખુબ જ શાંતિપૂર્વક બિલ્ડર લોબીની રજુઆત સાંભળી દરેક મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધા હતા તેમજ વહેલી તકે વાતાવરણ સુધરે તે માટે યોગ્ય કાર્યવાહી કરી નિરાકરણ લાવવા ખાતરી આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech