ભાવનગર શહેરમાં ત્રણ દિવસથી તસ્કરો પોતાનો તરખાટ મચાવી રહ્યા છે. શહેરના સીદસર રોડ થી લઈને એરપોર્ટ રોડ સુધી તસ્કરોની રંજાડ વધી હોય તેવી રીતે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો. બે દિવસ પહેલા જગદીશ્વર પાર્ક, ત્યાર બાદ સીદસર રોડ પર કોલેજ અને હવે સુભાષનગર એરપોર્ટ રોડ સુધી નિશાચરો પહોંચ્યા હતા. શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો પરિવાર કાળીયાબીડ ખાતે લૌકિક કામે ગયા તે દરમિયાન અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા ૪૩,૨૦૦ ની મતતા ઉઠાવી પલાયન થયા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શિયાળાના સમયમાં જાણે નિશાચરોને મોકલું મેદાન મળી જતું હોય તેમ એક પછી એક ચોરીના બનાવ બની રહ્યા છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં મકાન,કોલેજ અને ફરીથી મકાનને નિશાન બનાવ્યું હેટ્રિક કરી હતી. પોલીસનો જાણે કોઈ ખોફ હોય જ નહી તેમ તસ્કરો બેફામ બન્યા છે. સુભાષનગર વિસ્તારની એક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી નાસી છૂટ્યા હતા. સુભાષનગર વિસ્તારમાં આવેલ માનશ દર્શન બંગ્લોઝ-૧માં રહેતા કૈલાશબેન નરેશભાઈ વસોયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૩૧.૧૨ના રોજ તેઓના જેઠનું નિધન થતા તેઓ તેના રહેણાકી મકાનને તાળા મારી તેઓના ઘરે કાળીયાબીડ રોકાયા હતા. તે અરસા દરમિયાન ગત તા. ૦૬થી ૦૮ ના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ તેઓના રહેણાકી મકાનના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કરી મકાનનો સામાન વેર વિખેર કરી નાખી ફર્નીચરના કબાટમાં રાખેલા સોનાની બુટ્ટી, ચાંદીના રાણી સિક્કા નંગ-૧૩, ચાંદીની લગડી, ચાંદીનો જુડો, ચાંદીના નાના છડા, લક્ષ્મીજીનો સિક્કો, તેમજ રોકડ રૂા. પાંચ હજાર મળી કુલ રૂા. ૪૩,૨૦૦ના દરદાગીનાની ચોરી કરી નાસી છુટ્યા હતા. જ્યારે આ ઉપરાંત આ જ વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં તસ્કરોએ ચોરીના પ્રયાસ કરાયો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જોકે ચોરીના બનાવમાં માત્ર એક જ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈપીસી. ૩૮૦, ૪૫૪, ૪૫૭, મુજબ ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રિસમસ ગિફટ: જૂનાગઢ સકકરબાગ ઝૂમાં રાજકોટથી સફેદ વાઘની જોડીનું આગમન
December 25, 2024 10:53 AMપી.એમ.પોષણ યોજના ખાનગી એનજીઓને સોંપવાનો નારાબાજી સાથે વિરોધ કરાયો
December 25, 2024 10:51 AMબાબરા બાર એસો.ની ચૂંટણીમાં હોદેદારોની બિનહરીફ વરણી
December 25, 2024 10:50 AMરાણાવાવમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
December 25, 2024 10:49 AMજુઓ કાંધલ જાડેજા એ પોતાના મત વિસ્તાર માટે વધુ એક કામ સ્વખર્ચે કરાવ્યું
December 25, 2024 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech