બાજીરાવ મસ્તાની ફિલ્મના એક ગીત બદલ અભિનેત્રીને આપી શાનદાર ગીફ્ટ
દીપિકા પાદુકોણની સાથે તેના ચાહકોને પણ એક શાનદાર સરપ્રાઈઝ મળી હતી. ધ એકેડમીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલએ તેના પેજ પર રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મના એક ગીતને મોટું સમ્માન મળ્યું છે. જેનો વીડિયો ઓફિશિયલ પેજ પર શેર કરી અભિનેત્રીને સરપ્રાઈઝ આપી છે.
બોલિવુડની ક્વિન દીપિકા પાદુકોણનો ફરી એકવાર જાદુ ચાલ્યો છે. 2015માં રિલીઝ થયેલી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ બાજીરાવ મસ્તાની આજે પણ સુપરહિટ છે. આ ફિલ્મમાં દીપિકા અને રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળ્યા હતા અને બંનેએ પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન એકેડેમી એવોર્ડ્સમાં અભિનેત્રી દીપિકાને સરપ્રાઈઝ આપવામાં આવ્યું છે. રણવીર સિંહ અને દીપિકાએ દીવાની મસ્તાની ગીતનો મ્યુઝિક વીડિયો શેર કરીને ફિલ્મ વિશે કેટલીક વિગતો શેર કરી છે, જેના પછી અભિનેત્રીના ફેન્સની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.
એકેડમી એવોર્ડ્સે દીપિકાને આપી સરપ્રાઈઝ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ને 2024માં 9 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ ફિલ્મે લગભગ 356.2 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને ભારતમાં લગભગ 354 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મને રિલીઝ થયાને 9 વર્ષ થઈ ગયા છે, તો એકેડમી એવોર્ડ્સે દીપિકાને સરપ્રાઈઝ આપ્યું છે, જેના પર પતિ રણવીર સિંહે પણ પ્રતિક્રિયા આપી છે.
ધ એકેડેમીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર છવાઈ દીપિકા
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ને 2024માં 9 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. દરમિયાન, ધ એકેડમીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલએ તેના પેજ પર ફિલ્મના સૌથી લોકપ્રિય ગીત દીવાની મસ્તાનીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં દીપિકા પાદુકોણનો ડાન્સ જોઈ શકાય છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ના નઝર જો તેરી લગી મેં દીવાની હો ગયી… ગીતે 9 વર્ષ પૂરા કરતા પહેલા એક નવો ઈતિહાસ રચ્યો છે.
દીપિકાના મસ્તાની ગીતે રચી દીધો ઈતિહાસ
ધ એકેડમીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’નું ‘દીવાની મસ્તાની’ ગીત શેર કરતી વખતે લખવામાં આવ્યું હતું કે, ‘શ્રેયા ઘોષાલે આ ગાયું છે. ‘દીવાની મસ્તાની’ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’નું એક હિટ ટ્રેક છે, જેમાં રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સહ-કલાકાર હતા. દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહે પણ આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી છે. અને તેણે લખ્યું છે.- મંત્રમુગ્ધ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech