રણવીર સાથે બેબીમૂન સેલિબ્રેટ કરે છે દીપિકા

  • May 08, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણવીર સાથે બેબીમૂન સેલિબ્રેટ કરે છે દીપિકા

અભિનેત્રીનો બેબી બમ્પ વાળો ફોટો જોઈ ફેન્સ ઉત્સાહિત


બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફલોન્ટ કરતા કોઈ ફોટો શેર કર્યા નથી, પરંતુ ચાહકો બેબી બમ્પ વાળો ફોટો જોવા માટે આતુર છે, હવે ચાહકોને આ બેબી બમ્પ વાળો ફોટો જોવા મળી ચુક્યો છે.


બોલિવુડની ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાના સુંદર દિવસોને એન્જોય કરી રહી છે. તે પ્રેગ્નેટ છે, સપ્ટેમ્બર મહિનામાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે દીપિકા ગ્લેમર્સ દુનિયાથી દુર થઈ રહી છે. આ વર્ષ તો તેમણે દુનિયાની ફેશન ઈવેન્ટ મેટ ગાલા પણ સ્કિપ કરી દીધી છે. હાલમાં તે બેબીમૂન એન્જોય કરી રહી છે. તે વેકેશન મનાવી રહી છે પરંતુ આ વચ્ચે દીપિકા પાદુકોણનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં પહેલી વખત તેમનું બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળ્યું હતુ.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના આ ફોટોમાં કોઈ શિપની સીડી પરથી નીચે ઉતરી રહ્યું છે, કોઈ દીપિકાની આગળ છે અને તેનું બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. દીપિકાની પાછળ સફેદ કપડાંમાં રણવીર સિંહ જોવા મળી રહ્યો છે.


દીપિકા પાદુકોણ લેડી સિંઘમના રુપમાં જોવા મળશે

પ્રેગ્નસીના કારણે દીપિકા પાદુકોણ આ વર્ષે મેટ ગાલાનો ભાગ બની નથી . તેમણે વર્ષ 2017માં આ ફેશન ઈવેન્ટમાં ડેબ્યુ કર્યું હતુ. 2018 અને 2019માં પણ જોવા મળી હતી. દીપિકા પાદુકોણની જેમ આ વર્ષે પ્રિયંકા ચોપરા પણ આ ઈવેન્ટમાં જોવા મળી નથી. આલિયા ભટ્ટે સાડી પહેરી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી છે.


આ પહેલા પણ તેના કેટલાક ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનના સેટના છે. આ ફોટોમાં અભિનેત્રી બેબી બમ્પ સાથે જોવા મળી હતી. જેને જોયા બાદ ચાહકો ખુબ ખુશ થયા હતા.રોહિત શેટ્ટીની ડાયરેક્ટેડ ફિલ્મ સિંઘમ અગેનમાં દીપિકા પાદુકોણ લેડી સિંઘમના રુપમાં જોવા મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application