એક્શન સીન શૂટ કરવા પહોચી દીપિકા

  • April 18, 2024 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેબી બમ્પ સાથે સિંઘમ અગેન’ના શૂટિંગના ફોટો થયા વાયરલ


બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. તે પોલિસની જર્સીમાં જોવા મળી રહી છે અને આંખમાં કાળા ચશ્મા જોવા મળી રહ્યા છે.લોકોનું ધ્યાન તેના બેબી બમ્પ પર જ હતું.

દીપિકા પાદુકોણ ટુંક સમયમાં માતા બનશે.સપ્ટેમ્બર 2024માં તે બાળકને જન્મ આપશે  આ માટે દીપિકા અને રણવીર બંન્ને ખુશ છે, પરંતુ અભિનેત્રી કામ કરી રહી છે. તેના કેટલાક ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનના સેટના છે. આ ફોટોમાં અભિનેત્રી બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. જેને જોયા બાદ ચાહકો ખુબ ખુશ થયા છે.

રોહિત શેટ્ટીની ડાયરેક્ટેડ ફિલ્મ સિંઘમ અગેનમાં દીપિકા પાદુકોણ લેડી સિંઘમના રુપમાં જોવા મળશે. જેનો લુક 2023માં જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તે લોહીથી લથપથ પોલિસની જર્સીમાં જોવા મળી રહી છે. હવે તે ફરી એક વખત પોલિસની જર્સીમાં જોવા મળી રહી છે સાથે રોહિત શેટ્ટી પણ જોવા મળી રહ્યો છે.વાયરલ થઈ રહેલા ફોટોમાં દીપિકા પાદુકોણનું બેબી બમ્પ જોવા મળી રહ્યું છે. જ્યારે અભિનેત્રીનો ફોટો વાયરલ થયો તો લોકોનું ધ્યાન બેબી બમ્પ પર ગયું હતુ.આ ફિલ્મની એક્શન સિક્વન્સ શૂટ કરવા માટે તે સેટ પર પહોંચી હતી

દીપિકા પાદુકોણના પાત્રનું નામ શક્તિ શેટ્ટી છે. ફોટોમાં તે પોલિસની જર્સીમાં જોવા મળી રહી છે. આજુબાજુ ડાયરેક્ટર અને ક્રુ મેમ્બર જોવા મળી રહ્યા છે. દીપિકા સાથે એક મહિલા પણ સેટ પર જોવા મળી રહી છે. ત્યારે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી કોઈ સીન દરમિયાન તેને તકલીફ ન પડે એટલા માટે તેની આજુબાજુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application