દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગયા મહિને જ પેરેન્ટ્સ બન્યા છે. આ કપલના ઘરે એક નાનકડી એન્જલ આવી છે. બેબી ગર્લનો જન્મ થયો ત્યારથી દીપિકા અને રણવીર બંને પોતાની દીકરીની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. દીકરીને ઉછેરવા માટે દીપિકાએ કામમાંથી પણ બ્રેક લીધો છે. જો કે હવે દીકરીના જન્મ પછી દીપિકા પહેલીવાર બધાની સામે જોવા મળવાની છે. તેની ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર 7 ઓક્ટોબરે લોન્ચ થવા જઈ રહ્યું છે અને દીપિકા તે ઈવેન્ટનો ભાગ બની શકે છે.
સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ ખૂબ જ ભવ્યતાથી થવા જઈ રહ્યું છે. આ જોવા માટે તમામ સેલેબ્સના લગભગ 2000 ફેન્સ મીડિયા સાથે આવવાના છે. આ સાંભળીને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. હવે બધા ટ્રેલર રિલીઝ થવાની અને દીપિકાને જોવાની રાહ જોઈ રહ્યા છે.
ટ્રેલર અહીં લોન્ચ થશે
અહેવાલ મુજબ સિંઘમ અગેઈનનું ટ્રેલર 7 ઓક્ટોબરે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં યોજાવા જઈ રહ્યું છે. જ્યાં પત્રકારની સાથે અક્ષય કુમાર, અજય દેવગન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરીના કપૂર સહિત તમામ કલાકારોના ચાહકો પહોંચવાના છે. તેને આ વર્ષનું સૌથી મોટું ટ્રેલર લોન્ચ કહેવામાં આવી રહ્યું છે. જો દીપિકા આ ઈવેન્ટમાં આવશે તો સોનામાં સુગંધ ભળશે.
દીપિકા ચાહકોને ટ્રીટ આપશે
જ્યારે ફિલ્મની સમગ્ર કાસ્ટ ટ્રેલરમાં પહોંચવાની તૈયારીમાં છે, ત્યારે ચાહકોને આશા છે કે દીપિકા પાદુકોણ પણ આ ઇવેન્ટનો ભાગ હશે. બેબી ગર્લના જન્મ પછી દીપિકા પહેલીવાર કોઈ ઈવેન્ટમાં જોવા મળશે. હાલમાં જ રણવીર સિંહ એક પાર્ટીમાં જોવા મળ્યો હતો. જ્યાં તેણે પાપારાઝી સાથે તેની એક્સાઈટમેન્ટ શેર કરતી વખતે કહ્યું હતું - હું પિતા બની ગયો છું.
સિંઘમ અગેઈનમાં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech