રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી યાર્ડમાં તમામ જણસીઓની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. હાલમાં લગાળો, આકરો તાપ અને સીઝન પૂર્ણ થવા આવતા યાર્ડમાં આવતા ખેડૂતોની સંખ્યા ઘટી ગઇ છે.
વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે હવે ઘઉં અને મસાલાની સીઝન પૂર્ણ થવા આવી છે તદઉપરાંત હાલમાં લગાળો હોય તેમજ ઉનાળાનો આકરો તાપ વરસતા યાર્ડમાં આવતા ખેડૂતોની સંખ્યા પચાસ ટકા થઇ ગઇ છે. અનાજ, કઠોળ અને તેલીબિયાં સહિતની તમામ જણસીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ફકત જણસીઓની આવકમાં જ ઘટાડો થયો છે તેવું નથી પરંતુ લેવાલીમાં પણ ઘટાડો નોંધાયો છે, યારે બજારભાવ સ્થિર જળવાયેલા રહ્યા છે. બીજી બાજુ જુના માર્કેટ યાર્ડ સંકુલ ખાતે કાર્યરત શાકભાજી વિભાગમાં પણ ઉનાળાને કારણે તમામ શાકભાજીની સ્થાનિક આવકો અડધી થઇ ગઇ છે અને આંતરજિલ્લા તેમજ આંતર રાય આવકો શ થઇ છે. શાકભાજીની તુલનાએ હાલમાં કેરી, તરબૂચ, સાકર ટેટી અને દ્રાક્ષ સહિતના ફળફળાદિની આવકોમાં સતત વધારો થઇ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓખાના ભરણપોષણના ગુન્હાના આરોપીને ઉતરપ્રદેશમાંથી શોધી જેલ હવાલે કરતી ઓખા મરીન પોલીસ
February 24, 2025 11:33 AMભારતની જીતથી નારાજ પાક ક્રિકેટ ચાહકોએ દુકાનોમાં રાખેલા ટેલિવિઝન સેટ તોડ્યા
February 24, 2025 11:32 AM54 દિવસમાં જ સોનું ૧૧૦૦૦ રૂપિયા વધ્યું, તેજી હજુ ચાલુ રહેશે
February 24, 2025 11:31 AMજામનગર જિલ્લા મહેશ્ર્વરી મેઘવાર સમાજના કાર્યકારી પ્રમુખની નિમણુંક
February 24, 2025 11:28 AMઈલોન મસ્કે ₹1 લાખ કરોડ ગુમાવ્યા, અંબાણી-અદાણીને પણ જંગી નુકસાન
February 24, 2025 11:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech