રાજકોટ શહેરના અટલ સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવર નજીક અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મૂકવાની મહત્વપૂર્ણ જાહેરાત મહાપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર દ્રારા કરાઇ હતી. અટલજીની જન્મ જયંતિ તા.૨૫ ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ શાસકો દ્રારા આ નિર્ણય કરાયો હતો. અટલજી જીવનકાળમાં અનેક વખત રાજકોટ આવેલા હોય રાજકોટ સાથે તેમનો યાદગાર નાતો રહ્યો છે. અટલજીની જન્મ જયંતીને દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ભારત દેશના પૂર્વ વડાપ્રધાન કે જેમણે, કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાય સભાના સભ્ય તેમજ અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાયો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એકમાત્ર સંસદ સભ્ય રહેલ છે. તેમજ વર્ષ ૧૯૬૯–૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સઘં (હવે, ભારતીય જનતા પાર્ટી)ના પ્રમુખ હતા. અટલ બિહારી વાજપેયી (૨૫ ડિસેમ્બર ૧૯૨૪, ૧૬ ઓગસ્ટ ૨૦૧૮) ભારતના રાજનેતા અને કવિ હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ સમયગાળા (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮–૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯–૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપેલ છે તેવા પ્રખર રાજનેતા અને ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીના ભાગપે ટી.પી.સ્કીમ નં.૩૨(રૈયા)માં નવનિર્મિત અટલ સ્માર્ટ સિટી સંકુલ ખાતે અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવાનો નિર્ણય કર્યેા છે.
અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિકટોરીયા કોલેજ (હવે, લમીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રા કરી હતી. તેમણે કાનપુરની ડીએવી કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રા કરી હતી.
અટલ બિહારી વાજપેયીને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ જેમાં ૧૯૯૨માં પધ્મવિભૂષણ,૧૯૯૩માં કાનપુર યુનિવર્સિટીમાંથી ડી.લિટની પદવી, ૧૯૯૪માં લોકમાન્ય તિલક ખિતાબ, ૧૯૯૪માં શ્રે સંસદસભ્ય, ૧૯૯૪માં ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પતં ખિતાબ અને ૨૦૧૫માં ભારત રત્નનું સર્વેાચ્ચ સન્માન અપાયુ હતું.
તત્કાલિન વાજપેયી સરકાર દ્રારા વર્ષ ૧૯૯૮માં ભારત આપરેશન શકિત દ્રારા પાંચ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યાં. પ્રથમ તબક્કામાં ૧૧મી મેના ત્રણ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, યારે ૧૩મી મેના રોજ વધુ બે પરીક્ષણ કરવામાં આવ્યાં. આમ, તો ૧૯૭૪માં ભારતે આપરેશન સ્માઇલિંગ બુધ્ધા દ્રારા પોતાની ક્ષમતા અને આકાંક્ષાનો પરિચય વિશ્વને કરાવી દીધો હતો, પરંતુ ૧૯૯૮નાં પરીક્ષણ અગાઉ કરતા અલગ હતા. જેથી વાજપેયી સરકારને આ વિસ્ફોટોનું શ્રેય આપવામાં આવ્યું હતું.
અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં વર્ષ ૧૯૯૯માં ભારતીય સીમામાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીની જાણ થતા ભારતીય સેના દ્રારા ઓપરેશન વિજય અને કારગીલનું યુદ્ધ શ થયું હતું. આ યુદ્ધ મે થી જુલાઇ સુધી કાશ્મીરના કારગિલ જીલ્લા અને એલ.ઓ.સી. સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. બે મહિનાથી વધારે સમય દરમિયાન ભારે ચઢાણવાળા પહાડી વિસ્તારોમાં ભયંકર યુદ્ધ થયુ હતુ. ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘૂસણખોરોને બહાર કાઢવામાં સફળતા મેળવી અને ઓપરેશન વિજય દરમિયાન ટાઇગર હિલ અને અન્ય વ્યૂહાત્મક સ્થાનોને સફળતાપૂર્વક ફરીથી ભારતીય સેનાએ પોતાના હસ્તગત કરી લીધા હતા. ભારતીય સૈનિકોએ ૨૬ જુલાઈ, ૧૯૯૯ના દિવસે ત્રણ મહિનાઓના સંઘર્ષ બાદ આ જીત હાંસિલ કરી હતી. આ દિવસને વિજય દિન અથવા કારગિલ્ વિજય દિન ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યેા હતો.
૨૫ ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યંતી પર સુશાસન દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ વાજપેયીના સન્માનમાં વર્ષ ૨૦૧૪માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગકતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. શ્રી અટલ બિહારી વાજપેયી એક ભારતીય રાજકરણી અને લેખક હતા, જેમણે ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એકવાર અટલ બિહારી વાજપેયીએ કહ્યું, એક દિવસ તમે એક ભૂતપૂર્વ વડાપ્રધાન બની શકો છો પરંતુ તમે કયારેય ભૂતપૂર્વ કવિ બની શકશો નહીં.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ૨૫મી ડિસેમ્બર સુશાસન દિવસની ઉજવણીના ભાગપે ટી.પી.સ્કીમ નં.૩૨(રૈયા)માં નવનિર્મિત અટલ સ્માર્ટ સિટી સંકુલ ખાતે અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવાનો નિર્ણય કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMઅમેરિકામાં ૫૦૦થી વધુ ઘૂસણખોરોની હકાલપટ્ટી, લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા
January 24, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech