આ લોક અદાલતમાં કુલ 2,81,75,599રકમના હુકમો: એક જ દિવસમાં ટોટલ પેન્ડીંગ કેસમાં 19.4 ટકા નો નોંધાયેલો મહત્તવનો ઘટાડો
ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-1987, નામદાર સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમીયસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજય લેવલે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ (નામદાર ગુજરાત હાઇકોર્ટ), અમદાવાદના ડાયરેકશન અને માર્ગદર્શન મુજબ તા. 09/્03/ર0ર4, શનિવાર (જાહેર રજાના દિવસ) ના દિવસે સમગ્ર દેવભૂમિ દ્રારકા જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ 2024 ની પ્રથમ રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી(મુખ્ય જિલ્લા ન્યાયધીશ) એસ.વી.વ્યાસના વડપણ હેઠળ આયોજન કરવામાં આવેલ હતુ.
જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો જેવા કે, લગ્ન વિષયક તકરારો મોટર અકસ્માત વળતર કેસ, દિવાની કેસ, કામદાર વળતર કેસ, મોબાઇલ કંપની સાથેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ, જમીન સંપાદન વળતર કેસ, બેન્ક રીકવરી કેસ, પેન્શન કેસ, ગ્રાહક સેવા તકરારની બાબતો, વીજ કંપનીના કેસ વિગેરે તમામ કુલ 2355 કેસો કુલ મુકવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 1824 કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો જેના કુલ 2,36,13,851 રકમના હુકમો થયેલ.
આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો, જેમાં વીજ કંપનીના બાકી લેણાંનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, બેંક રીકવરી કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 2785 કેસો મૂકવામાં આવ્યા હતા જેમાંથી કુલ 1089 કેસો માં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો જેની કુલ દાવા ની રકમ ા. 45,61,748 થઈ હતી.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા જુદા-જુદા સ્ટેક હોલડરો જેવા કે, વકીલઓ, સરકારી વકીલઓ, પોલીસ અધિકારીઓ, કલેકટર તથા રેવન્યુ ખાતાના અધિકારીઓ, બેંક તથા ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુટના અધિકારીઓ તથા સંસ્થાઓના હોદેદારો સાથે સદર લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગ ના સંદર્ભમાં જ્યુડીશ્યલ ઑફીસર સાથે બ તથા ઓન લાઈન પીરીયોડીકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવેલ, લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ કાઉન્સીલીંગ તથા પ્રિ સિટિંગ યોજવામાં આવેલ પધ્ધતી સરના આયોજન થકી દેવભૂમિ દ્રારકા જિલ્લામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક-અદલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગમાં કુલ 2913 કેસોનો સુખ:દ નીવેડો લાવવામાં આવેલ તથા કુલ 2,81,75,599 રકમના હુકમો થયેલા હતા. જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, કલ્યાણપુર દ્રારા 381, તાલુકા કાનૂની સેવા સમિતિ, ઓખા દ્રારા- 391, તાલુકા કાનૂની સેવા સમિતિ, ભાણવડ દ્રારા- 222, તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્રારકા દ્રારા 246 કેસો ફેસલ કરવામાં આવ્યા. તેવુ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના, સચિવની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech