જામનગર જિલ્લામાં નાની ઉંમરે હાર્ટ એટેક આવી જવાના બનાવમાં વધારો થયો છે, અને ગઈકાલે વધુ બે વ્યક્તિના હૃદય થંભી જવાના કારણે મૃત્યુ નીપજ્યા નું મધ્ય પ્રદેશમાં જાહેર થયું છે.
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ખાનગી કંપનીની ટાઉનશિપમાં રહેતો અને મૂળ પંજાબના અમૃતસરનો વતની અરવિંદસિંહ ગુરુદેવસિંહ નામનો ૨૮ વર્ષનો પંજાબી યુવાન, કે જે ગઈકાલે પોતાના ભાડાના મકાનમાંથી બે શુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો.
જેથી તેમના રૂમ પાર્ટનરે ૧૦૮ ની ટીમને જાણ કરતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જેમાં હાર્ટ ફેઈલ થઈ જવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.
જામનગર નજીક દરેડ માં રહેતા અને મૂળ બિહાર રાજ્યના વતની પપ્પુભાઈ (ઉંમર વર્ષ ૩૫) એકાએક બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, આ બનાવ અંગે સૂર્યકાંત પ્રસાદ ઉર્ફે સૂરજ પ્રસાદે પોલીસને જાણ કરતાં પંચકોષી ડિવિઝન પોલીસે પપ્પુભાઈના કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને સમગ્ર બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ સૌર ઉર્જાથી જગમગશે, અમિત શાહે કહ્યું- દિલ્હીથી દૂર પરંતુ હૃદયની નજીક
January 03, 2025 11:23 PMચીનમાં ફેલાતા નવા વાયરસથી ગભરાવાની નથી જરૂર, ભારતીય તબીબોએ આપી માહિતી
January 03, 2025 11:22 PMઅલ્લુ અર્જુનને સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન
January 03, 2025 11:20 PMબાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતાપિતા પાસેથી લેવી પડશે પરવાનગી, ટૂંક સમયમાં આવશે નિયમો
January 03, 2025 11:17 PMમુકેશ અંબાણી અને અને અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
January 03, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech