હરીયા કોલેજ રોડ પર રઝડતા ઢોરે વૃઘ્ધાને ઢીક મારીને પછાડયા બાદ જી.જી.હોસ્પિટલમાં તેણીનું મૃત્યુ થયું: કોર્પોરેશને હવે જાગવાની જર: આ વર્ષના બજેટમાં ા.12 કરોડ ઢોર માટે ફાળવ્યા છે ત્યારે રસ્તે રઝડતા ઢોરને તાત્કાલીક ડબ્બે પુરવા માંગ
જામનગર શહેરમાં રસ્તે રઝડતા ઢોરે તો હવે લોકોના ભોગ લેવાનું શ કર્યુ છે, ત્રણેક દિવસ પહેલા હરીયા કોલેજ રોડ ઉપર એક વૃઘ્ધાને ઢોરે હડફેટે લેતાં તેને જી.જી.હોસ્પિટલમાં લઇ જવાઇ હતી ત્યાં તેણીનું મૃત્યુ નિપજયું છે, આમ કોર્પોરેશને હવે જે કામગીરી કરવી જોઇએ તે કરવાને બદલે નબળી કામગીરીને કારણે રસ્તા ઉપર આમતેમ ઢોર રખડે છે અને અકસ્માત સર્જે છે તથા આવા અકસ્માતના કારણે વધુ એક વૃઘ્ધાનું મોત થયું છે. આગામી દિવસોમાં કોર્પોરેશને ઢોર પકકડ ઝુંબેશ વેગવાન બનાવવી જોઇએ તેવી લોકોની માંગણી છે, 2025-26ના બજેટમાં કોર્પોરેશને ઢોર ખસેડવા માટે ા.12 કરોડની ફાળવણી કરી છે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા રસ્તા ઉપર રઝડતા ઢોરોને ઝડપથી ડબ્બે પુરવા જોઇએ.
હરીયા કોલેજ રોડ ઉપર ચાલીને જઇ રહેલી અને કલ્યાણ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન સોલંકી નામના 65 વર્ષના આ વૃઘ્ધા પગપાળા ચાલીને જઇ રહ્યા હતાં ત્યારે એક ઢોરે તેમને હડફેટે લઇને રસ્તા ઉપર પછાડી દીધા હતાં અને તેમને ગંભીર ઇજા થતાં જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, ત્યાં સારવાર દરમ્યાન આ મહીલાનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બન્યા બાદ આ વિસ્તારમાં એક મકાનમાં લગાવેલ સી.સી.ટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ હતી અને સોશ્યલ મીડીયા ઉપર આ વીડીયો વાયરલ થયો હતો, જામનગર શહેરમાં પંચેશ્ર્વર ટાવર, સેતાવાડ, દિગ્વિજય પ્લોટ, પંચવટી, ગાંધીનગર, રણજીતનગર, ચાંદીબજાર, રણજીત રોડ, પટેલકોલોની, નવાગામ ઘેડ સહિતના અનેક વિસ્તારોમાં રસ્તે રઝડતા ઢોરની સમસ્યા કાયમી રહી છે, કેટલાક સ્થળોએ તો ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે, કોર્પોરેશનની ઢોર પકડવાની ગાડી આખા દિવસમાં માંડ-માંડ 10 થી 12 ઢોર પકડીને કામગીરી કયર્નિો સંતોષ માને છે ત્યારે વધુ ગાડીઓ મુકીને પણ શહેરમાં મુખ્ય રસ્તામાંથી ઢોર પકડવાની ઝુંબેશ વેગવાન બનાવવી જોઇએ, એટલું જ નહીં જેમના ઢોર પકડવામાં આવ્યા છે તેના માલીક સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ.
કોર્પોરેશને ઢોર પકડવા માટે અને મુખ્ય રસ્તા પરથી ઢોર હટાવવા માટે સારો એવો સ્ટાફ પણ રાખ્યો છે, પરંતુ આ કર્મચારીઓ મુખ્ય રસ્તા ઉપરથી ઢોરને હાંકી કાંઢીને શેરી-ગલીમાં વળાવી દે છે અને ત્યાં પણ વૃઘ્ધો અને બાળકોને ઢોર ઇજા પહોંચાડતા હોવાના બનાવો બન્યા છે. શહેરમાં ફરી એક વખત ઢોરને કારણે એક વૃઘ્ધ મહીલાનો ભોગ લેવાયો છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર હવે જાગે ઢોર પકડની ઝુંબેશ પહેલા કરતા વધુ વેગવાન બનાવે તે ખુબ જરી છે.
ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઉભાં કરી જાણ કરતા લોકોને પકડી પાડવા જરી
જામનગર શહેરમાં બહુ ફરીયાદો થાય એટલે અનેક-અનેક વિસ્તારોમાંથી ઢોર પકડવાની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવે છે, પરંતુ એવી ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે, ઢોર પકડવાની ગાડી જે તે વિસ્તારમાં જવાની હોય તે વિસ્તારના અમુક લોકોને અગાઉથી કેટલાક લોકો દ્વારા જાણ કરી દેવાય છે, તેવી વિગતો બહાર આવી છે, ત્યારે વધુ ઢોર પકડાતા નથી તે પણ હકીકત છે, કેટલાક શખ્સો માથા ભારે હોય ઢોર પકડની ઝુંબેશ થાય ત્યારે બાઇક ઉપર ઢોર પકડવાની ગાડી સાથે જ રહેતા હોય છે અને જાણીતાના ઢોર પકડાય તો તરત જ આગળ જઇને છોડી મુકવામાં આવે છે. આવી પ્રવૃતિ સામે હવે મ્યુ.કમિશ્નરે દંડો ઉગામવાનો સમય આવી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech