ભાણવડમાં પાણીના બદલે ભૂલથી ઝેરી દવા પી લેતા તરુણીનું મૃત્યુ

  • August 23, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશ રાજ્યના બરવાની જિલ્લામાં રહેતા રાયસીંગ પ્રધાન આર્ય નામના આદિવાસી યુવાનની ૧૬ વર્ષની તરુણ પુત્રી જ્યોતિબેનને ગત તારીખ ૧૬ મીના રોજ રાત્રિના સમયે પાણીની તરસ લાગતા તેણીએ પાણીના બદલે દવાની બોટલમાંથી રહેલી ઝેરી દવા પી લેતા તેણીને ભાણવડની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ઈન્દોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પિતા રાયસીંગ આદિવાસીએ ભાણવડ પોલીસને કરી છે.
**
બાઈક અકસ્માતમાં લાંબા ગામના પ્રૌઢનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા હેમતભાઈ કેશુરભાઈ ધોકીયા નામના ૫૮ વર્ષના પ્રજાપતિ પ્રૌઢ તેમના જી.જે. ૧૦ એ.બી. ૫૨૮૪ નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસી અને ભાટિયા ખાતે મિસ્ત્રી કામ કરીને પરત જઈ રહ્યા હતા, ત્યારે કલ્યાણપુરથી આશરે ૩૫ કિલોમીટર દૂર ભોગાત ગામ નજીક તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર વિહાર ધોકીયા (ઉ.વ. ૨૩) એ કલ્યાણપુર પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application