મોટી ગોપની ગોળાઈ પાસે બાઈક પરથી પટકાઈ પડેલા મહિલાનું મૃત્યુ

  • July 30, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ની ગોળાઈ પાસે એક બાઈક ની પાછળ ની સીટમાં બેઠેલા ૬૦ વર્ષના  બુઝુર્ગ મહિલા નીચે પટકાઈ પડ્યા હતા, અને માથાના ભાગે ગંભીર ઈજા થયા પછી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.


આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા શાંતાબેન કાંતિભાઈ જોશી નામના ૬૦ વર્ષના વિપ્ર બુઝુર્ગ મહિલા કે જેઓ ગઈકાલે બાબુભાઈ મનસુખભાઈ જોશી ના બાઈક માં પાછળ બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન મોટીગોપ પાસે એકાએક બાઈક સ્લીપ થઈ જતા શાંતાબેન નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી ભાંણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ કાંતિભાઈ નાનજીભાઈ જોશી એ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application