સિંધી સ્કુલ સામે ખાડાના કારણે નીચે પડી જતા માથામાં ગંભીર ઇજાથી ભોગ લેવાયો : શહેરના તુટેલા રસ્તાઓના કારણે વાહનચાલકોને પડતી પારાવાર મુશ્કેલી: તંત્ર હજુ કયારે જાગશે...?
જામનગર શહેરમાં મોટાભાગના વિસ્તારો ખખડધજ હાલતમા જોવા મળી રહયા છે અને કેટલાક વિસ્તારોમાં તો રીતસર ખાડાઓનું સામ્રાજય છે રોડ પરના ખાડાના કારણે નાના મોટા અકસ્માતો અવાર નવાર થાય છે જેના કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયા છે. અહીંના રણજીતસાગર રોડ પર સિંધી સ્કુલ સામે એકટીવા લઇને પસાર થઇ રહેલા વૃઘ્ધ રોડમા ખાડો આવતા અકસ્માતે નીચે પડી જતા ગંભીર ઇજા સબબ તેમનુ મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે ખાડાના હિસાબે માનવજીંદગીનો ભોગ લેવાયો છે જયારે રોડ પરના ખાડાઓ તાકીદે બુરવામાં આવે તે જરી છે નહીંતર વધુ એક ગંભીર અકસ્માત થવાની શકયતા રહેલી છે.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા રિઘ્ધી સિઘ્ધી એપાર્ટમેન્ટ ફલેટ નં. 103 ખાતે રહેતા કનૈયાલાલ વાઘુમલ અછડા (ઉ.વ.72) નામના વૃઘ્ધ ગત તા. 6ના રોજ પોતાનું એકટીવા નં. જીજે10એએલ-1750 લઇને ઘરેથી ખંભાળીયા નાકે જતા હતા.
ત્યારે રણજીતસાગર રોડ પર સિંધી સ્કુલ સામે પહોચતા ત્યાં રોડ પર ખાડો આવતા પોતાના બાઇકનુ બેલેન્સ ખોરવાઇ જતા તેઓ રોડ પર પડી ગયા હતા આથી માથાના ભાગે ગંભીર ઇજા થતા જી.જી. હોસ્પીટલ સારવારમાં લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે, આ બનાવ અંગે નિલેશભાઇ કનૈયાલાલએ સીટી-એ ડીવીઝનમાં જાણ કરી હતી. આથી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શહેર અને હાઇવે પર ભારે વરસાદ બાદ ચારેતરફ ખાડા જોવા મળી રહયા છે ઘણા સમયથી તુટેલા અને ધોવાયેલા રસ્તાઓના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે આ મામલે રજુઆતો કરવામાં આવી છે છતા અમુક રોડ રીપેર અને થિગડા મારવામાં આવ્યા છે બાકી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહયું છે.
ખાડાઓ અને તુટેલા રસ્તાઓના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે ખાડાના કારણે વધુ એક માનવજીંદગીનો ભોગ લેવાયો છે. અગાઉ પ્રદર્શન રોડ પર ખાડાના કારણે બાઇકમાથી પડી ગયેલા મહિલા અને પંચવટી રોડ પર થોડા મહિના પહેલા ખાડાના કારણે પડી ગયેલા વૃઘ્ધના ભોગ લેવાયા હતા આ ઉપરાંત સામાન્ય ઇજા અને કમરના દુ:ખાવાની ફરીયાદો તુટેલા રોડના કારણે ઉઠતી રહે છે દરમ્યાન રણજીતસાગર રોડ પર વરસાદ બાદ ખાસ કરીને સાધના કોલોનીથી પવનચકકી સુધીનો એકબાજુનો માર્ગ અતી બિસ્માર અને મોટા મોટા ખાડાઓ જોઇ શકાય છે. જેના કારણે આ રોડ પર પસાર થનાર એક વૃઘ્ધ ખાડાના કારણે નીચે પટકાતા તેમનો ભોગ લેવાયો છે. તંત્ર કયારે જાગશે એ હજુ એક ગંભીર અકસ્માતની રાહ જોઇ રહયો છે, રોડ પરના ખાડાઓ બુરવામા આવે એવી માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ૧.૧૭ લાખ કરતા વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી
December 23, 2024 04:17 PMગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech