શિયાળાની ઠંડીની આ ઋતુમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજરોજ રાજકોટમાં હૃદય રોગના હત્પમલાથી આજીવસાહત પાસે ખોડીયારનગરમાં રહેતા યુવાન અને સ્ટલગ હોસ્પિટલ પાછળ હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા પ્રૌઢનું મોત થયું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, સ્ટલગ હોસ્પિટલ પાછળ હરસિદ્ધિ સોસાયટી ૩ માં રહેતા સંજયભાઈ પ્રેમજીભાઈ ગોહેલ(ઉ.વ ૫૪) નામના પ્રૌઢ ગઈકાલે પાડોશમાં રહેતા વિપ્ર પરિવારના સભ્યનુ અવસાન થયું હોય ત્યાં ગયા બાદ સાંજે ઘરે આવતા બેભાન થઈ ઢળી પડયા હતાં જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે પ્રૌઢનું મોત થયું હતું. દરજી પ્રૌઢ ત્રણ ભાઈ બે બહેનના પરિવારમાં મોટા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. હાર્ટ એટેકથી તેમનું મોત થયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું.
યારે અન્ય એક બનાવમાં આજી વસાહત પાસે ૮૦ ફટ રોડ પર ખોડીયારનગર ૧૩ માં રહેતા રાજુભાઈ દશરથભાઈ દત્ત (ઉ.વ ૪૪) નામના યુવાનની ગઈકાલે રાત્રિના તબિયત બગડયા બાદ તે ઘરે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યેા હતો. યુવાન મૂળ બંગાળનો વતની હોય અને અહીં કારખાનામાં કામ કરતો હતો. યુવાન ચાર ભાઈના પરિવારમાં મોટો હોવાનું માલુમ પડું છે. યુવકનું મોત હાર્ટ અટેકથી થયું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
ભગવતીપરામાં નવીન ટાયર પાસે રહેતા જીવરાજભાઈ લાખાભાઈ ઓઘમ(ઉ.વ ૫૦) નામના આધેડને કેન્સરની બીમારી હોય ગઈકાલે તબીયત બગડતા તેમને હોસ્પિટલ ખસેડા હતા. અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. આધેડ ત્રણ ભાઈના પરિવારમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech