સગીર વયના બાળકો પાસે કામ કરાવનાર બ્રાસની ભઠ્ઠીના સંચાલક સામે ગુનો નોંધી અટકાયત કરાઈ
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી મહાકાળી ફોર્જિંગ નામની બ્રાસ ની ભઠ્ઠીમાં સગીરવયના બાળકો કામ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, અને બાળમજૂરી કરી રહેલા બે બાળકોને મુક્ત કરાવ્યા છે, અને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલી આપ્યા છે. જ્યારે બ્રાસ ની ભઠ્ઠી ના સંચાલકની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગરના પોલીસ ના એ.એચ.ટી.યુ. વિભાગના પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. સોલંકી અને તેમના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી, કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી મહાકાળી ફોર્જિંગ નામની બ્રાસ ની ભઠ્ઠી માં નાના બાળકોને કામે રાખીને બાળમજૂરી કરાવી બાળકોનું શારીરિક તેમજ આર્થિક શોષણ કરવામાં આવે છે.
જે માહિતીના આધારે એ. એચ. ટી.યુ. ની પોલીસ ટીમે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ૧૩વર્ષ તેમજ ૧૭ વર્ષથી નાની વયના બે સગીર બાળકો કામ કરી રહેલા મળી આવ્યા હતા. જેથી શ્રમ યુકત અધિકારી ડી.ડી. રામીએ બંને બાળકોનો કબ્જો સંભાળી લઈ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા છે. ઉપરાંત બ્રાસ ની ભઠ્ઠી ના સંચાલક મિલન મનસુ:ખભાઈ અમરોલીયા સામે ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશનન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ ૧૯૮૬ ની કલમ ૧૪ (એ) ૧ મુજબ કાર્યવાહી કરી તેની અટકાયત કરી લેવામાં આવી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. સોલંકી અને શ્રમ યુક્ત અધિકારી શ્રી ડી.ડી. રામી, તેમજ એ. એચ. યુ. ટી. ની ટિમ ના એએસઆઈ રણમલભાઈ ગઢવી, રાજદિપસિંહ ઝાલા, કિરણબેન મેરાણી વગેરેએ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech