ચોપાટીના ગાંધી સ્મૃતિભવન પાસે વીજશોકનો ખતરો

  • November 25, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ચોપાટી પર આવેલા ગાંધીસ્મૃતિ ભવન પાસે બેઠક વ્યવસ્થા છે ત્યાં હાઇમસ્ટ ટાવર આવેલો છે.તેનું બોકસ ખુલ્લુ છે અને સાંધાવાળા વાયરો બહાર નીકળી ગયા છે તેથી વીજશોકની ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે તે જ‚રી બન્યુ છે.
પોરબંદરની રમણીય ચોપાટી ઉપર વિશાળ સંખ્યામાં લોકો ફરવા આવે છે અને ગાંધી સ્મૃતિભવન પાસે બેઠક વ્યવસ્થા છે ત્યાં રેતીના મેદાનમાં બાળકો જુદી-જુદી રમતો રમતા હોય છે. અહીંયા હાઇમસ્ટ લાઇટ ટાવર આવેલો છે પરંતુ ઘણા સમયથી તેના બોકસનું ઢાંકણ ખુલી ગયુ છે તેના કારણે સાંધાવાળા વાયરો બહાર નીકળી ગયા છે. આ બોકસ ખૂબજ નીચે છે અને અહીંયા ગૌધન અને શ્ર્વાન જેવા પશુઓ પણ આંટાફેરા કરતા નજરે ચડે છે તેથી કોઇ પ્રાણી કે માનવીનો ભોગ લેવાય તે પહેલા પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ બોકસને બંધ કરી દેવું જ‚રી બન્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application