ગોંડલ પાસે સોમવાર રાત્રીના જીવલેણ અકસ્માતની ઘટના બની જેમાં ચાર યુવાનો કાળનો કોળિયો બની ગયા હતાં.સ્વીફટ કાર ડીવાઇડર કુદી સામેથી આવી રહેલી કાર સાથે અથડાઇ હતી. આ અકસ્માતના ભાયાવહ સીસીટીવી ફટેજ પણ સામે આવ્યા જેના પરથી અંદાજ લાગવી શકાય છે કે, આ અકસ્માત કેટલો ખતરનાક હશે.એક તરફ ગોંડલમાં અકસ્માતની આ ઘટના બની ત્યા બીજી તરફ ગાંધીનગરમાં ગિફટ સિટી રોડ પર રીલના ગાંડપણમાં નબીરાઓએ ૧૧ વૈભવી કાર એકસાથે દોડાવી ડેથ રેસ લગાવી હોવાનો વીડિયો સામે આવ્યો.જો અકસ્માત થયો હોત તો તે કેટલો ગોઝારો બન્યો હોત.
ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.તહેવારોના સમયે માર્ગ અકસ્માતની ઘટનાઓની સંખ્યા સામાન્ય દિવસો કરતા વધુ રહેતી હોય છે.આગામી દિવસોમાં સાતમ આઠમના તહેવારા આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર્રના લોકોમાં એવો ટ્રેન્ડ જોવા મળે છે કે લોકો પરિવાર સાથે હરવા ફરવાના સ્થળે નીકળી જતા હોય છે.તહેરવારોની આ મજા માતમમાં ન ફેરાવાઇ જાય માટે તહેવારમાં કોઇ સ્થળે ઝડપથી પહોંચવાના બદલે સલામતીને મહત્વ આપવું જરી છે.
ગુજરાતમાં માર્ગ અકસ્માત ચિંતાજનક સ્થિતિની વાત કરીએ તો આ વર્ષે પ્રથમ સાત મહિનામાં જ માર્ગ અકસ્માતમાં ૯૩ હજાર લોકોને ઈજા પહોંચી છે.જેના પરથી એવું માલુમ પડે છે ગુજરાતમાં પ્રતિ કલાકે ૧૮ લોકોને માર્ગ અકસ્માતમાં ઈજા થાય છે. માર્ગ અકસ્માતથી ઈજાના સૌથી વધુ કેસમાં અમદાવાદ ૧૫૪૮૯ કેસ નોંધાયેલા છે.
ગુજરાતમાં જુલાઈ મહિનામાં માર્ગ અકસ્માતથી ઈજાની ૧૧૬૭૮ ઘટના નોંધાઇ હતી. રાહતની વાત એ છે કે, આ વર્ષે માર્ગ અકસ્માતથી ઈજાની સૌથી ઓછી ઘટના જુલાઈમાં થઈ હતી. આ વર્ષે માર્ગ અકસ્માતથી ઈજાની સૌથી વધુ ૧૩૯૨૬ ઘટના મે મહિનામાં થઇ હતી. તાજેતરમાં રાયસભામાં રજૂ થયેલા અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં માર્ગ અકસ્માતની કુલ ૧૫૭૫૧ ઘટના નોંધાઈ હતી. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ ૧.૭૯ માર્ગ અકસ્માત થાય છે.
૨૦૨૨માં અકસ્માતમાં ૭૬૧૮ વ્યકિતનું મૃત્યુ થયા હતાં આમ, પ્રતિ કલાકે માર્ગ અકસ્માતથી મૃત્યુનું પ્રમાણ ૦.૮૬ છે. ગુજરાતમાં ગત વર્ષે પ્રથમ સાત મહિનામાં માર્ગ અકસ્માતથી ઈજાના કુલ ૯૨૧૯૪ કેસ નોંધાયા હતા. માર્ગ અકસ્માતથી ઈજાના કેસમાં સાધારણ વધારો થયો છે. અમદાવાદમાં માર્ગ અકસ્માતથી ઈજાની ગત વર્ષે ૧૫૧૪૭ ઘટના નોંધાઈ હતી.
માર્ગ અકસ્માતોની સંખ્યામાં તહેવારમાં વધારો થાતો હોય છે. ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને તહેવારમાં કુલ ઈમરજન્સી કોલમાં ૨૩ ટકાનો વધારો જોવાયો છે. અકસ્માત કેસમાં જંગી વધારો થવાની ઘટનાઓ દર્શાવે છે કે, તહેવારોમાં મુસાફરી દરમિયાન ખાસ તકેદારી રાખવાની જરિયાત વર્તાય છે. ૧૦૮ ઈમરજન્સી સેવાના આંકડા મુજબ રાયમાં સામાન્ય દિવસોમાં રોજના ૪,૩૪૨ કોલ આવે છે, જોકે રક્ષાબંધનના દિવસે ૫૩૫૨ કોલ એટલે કે ૨૩ ટકા જેટલા કેસ વધ્યા છે. સામાન્ય દિવસોમાં રોડ એકિસડેન્ટના રોજ ૪૦૬ જેટલા કેસ ગુજરાતમાં નોંધાય છે, અલબત્ત, ૧૯મી ઓગસ્ટે ગુજરાતમાં માર્ગ અકસ્માતને લગતી ૯૪૩ ઈમરજન્સી મળી હતી, આમ અકસ્માતના કેસમાં ૧૩૨ ટકાનો વધારો થયો હતો
પેશેન્જર વાહન પણ વધતા અકસ્માતોનું કારણ
રાજયમાં વધતી જતી માર્ગ અકસ્માતની ઘટનામાં આમ તો અનેક પરિબળો જવાબદાર છે. માર્ગ અકસ્માતની વાત આવે ત્યારે, ગુજરાતમાં પરિસ્થિતિ સામાન્ય નથી, મુખ્યત્વે કોમર્શિયલ વાહનો અને રાત્રે બેફામ ચાલતા પ્રાઇવેટ વાહનોને કારણે પરિસ્થિતિ કથળી છે.વિવિધ સાઇનેજ કે બોર્ડ વગેરેની કમીને કારણે પણ લોકો રસ્તા પર ભૂલ કરતા હોય છે, પરંતુ તત્રં આ અંગે ગંભીર હોય તેવું જણાતું નથી
ઇસ્કોન બ્રિજની ઘટના બાદ થોડા દિવસો ડ્રાઇવ ચાલી
૯ જુલાઇ ૨૦૨૩ ના રાત્રીના અમદાવામાં ભયાનક અકસ્માતની ઘટના બની હતી.અહીંના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરની ૧૬૦ કિ.મીની ઝડપે ધસી આવેલી કારે એક બે નહીં પૂરી ૯ માનવ જિંદગીને કચડી નાંખી હતી.આ ઘટના બાદ ભારે ઉહાપોહ થયો.માર્ગેાને રેસીંગ ટ્રેક સમજી પૂરપાટ ઝડપે વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી શ કરવામાં આવી થોડા દિવસ આ બધુ ચાલ્યું પણ વાસ્તવિકતા એ છે કે આજે પણ વાહનચાલકોની સ્પીડ પર લગામ લાગાવી શકાય નથી
ચાર વર્ષ પૂર્વે અકસ્માતમાં પાંચ ભાવિ તબીબના મોત થયા'તા
આજથી ચાર વર્ષ પૂર્વે ઓગસ્ટ ૨૦૨૧ માં રાજકોટમાં કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાજડી ગામ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં ૫ ભાવી હોમીયોપેથી ડોકટર્સના મોત નીપયા છે.અકસ્માતની આ ઘટનમાં પૂરપાટ ઝડપે ધસી આવેલી કાર ડિવાઇડર કુદી સામેથી આવી રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઇ હતી.જેના પગલે બસમાં મુસાફરોના જીવ પણ તાળવે ચોંટયા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech