રાજકોટમાં શૈક્ષણિક સંસ્થાઓ, પીજી હોસ્ટેલો, હોસ્પિટલો સહિત ગીચ રહેણાંક વિસ્તાર ધરાવતા યુનિવર્સિટી રોડ ઉપર પુષ્કરધામ રોડ સામેના ભાગે નડતરપ ડિવાઇડરને કારણે પુષ્કરધામથી નીકળતા ટ્રાફિકને અકસ્માત જાનહાનિના જોખમપ હોય આ સ્થળે એક તરફનું ડિવાઈડર ટુંકાવવા અને બીજી તરફનું લંબાવવા લોકમાગણી ઉઠી છે.યુનિવર્સિટી રોડ તેમજ આસપાસના વિસ્તારોમાં પુષ્કળ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ, પી જી હોસ્ટેલો સહિતનો ખૂબ જ મોટો રહેણાંક વિસ્તારો હોય આ વિસ્તારમાં વિધાર્થીઓ સહિતનો ખૂબ જ વધારે ટ્રાફિક રહેતો હોય છે, આવા સંજોગોમાં ડિવાઇડરવાળો પુષ્કરધામ રોડ (૮૦ ફટ રોડ) યુનિવર્સિટી રોડને ટચ થાય છે ત્યાં સામેનું ડિવાઈડર લાંબુ હોવાથી નડતરપ છે, તેથી સાયકલ કે અન્ય વાહન ધારક વિધાર્થીઓ સહિતના ટ્રાફિક આકાશવાણી ચોક તરફ જવા માટે જમણી બાજુ રોંગ સાઈડમાં વળવું પડે છે, જેને કારણે આકાશવાણી ચોક તરફથી આવતા ટ્રાફિક સાથે નાના–મોટા અકસ્માતો અને ભૂલકા સહિતના વિધાર્થીઓને નાની મોટી ઈજા થતી રહે છે. માત્ર પુષ્કરધામ રોડ સામેનું ડિવાઈડર લાંબુ હોવાથી નડતરપ છે, તેને કારણે રોજ નાના–મોટા અકસ્માત થવાનો સિલસિલો ચાલુ રહે છે. આવી લોકોના જાનના જોખમપ પરિસ્થિતિ નિવારવા યુનિવર્સિટી રોડ પરનું લાંબુ ડિવાઇડર પુષ્કરધામ રોડને સમાંતર ટૂંકું કરવાની લોક માગણી ઉઠી છે.જેની સામે યુનિવર્સિટી રોડ ઉપર આવેલી શિવ શકિત કોલોનીની તમામ શેરીઓ યુનિવર્સિટી રોડને ટચ થાય છે, ત્યાંના ડિવાઇડર શેરીઓને સમાંતર બનાવવામાં આવ્યા છે, એવી રીતે પુષ્કળ ધામ રોડ યુનિવર્સિટી રોડને ટચ થાય છે ત્યાં પણ રોડને સમાંતર ડિવાઇડર રાખવામાં આવે તો અકસ્માતોનો અને લોકોના જીવનું જોખમ ટળી શકે તેમ છે તેવી લોક લાગણી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ માટે બદલાયા નિયમો, વધુ સુવિધા, ઓછા પ્રતિબંધો, આ મોટા નિર્ણયનો તમારા માટે શું છે મતલબ?
December 27, 2024 11:08 PMદ્વારકા નગરીમા તંત્ર દ્વારા કરાયું ડીમોલીશન, પણ કેવું?
December 27, 2024 07:32 PMજામનગર : ટ્રાફિક નિયમોના ભંગની દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લાગ્યા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં
December 27, 2024 07:26 PMસીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો
December 27, 2024 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech