રાજસ્થાનના ભાવિકની 11 માસમાં 1351 કિમીની દ્વારકાની દંડવત યાત્રા

  • December 24, 2024 10:08 AM 

છેલ્લા 51 કિમીનો પ્રવાસ પેટથી ઘસડાઈને પૂર્ણ કર્યો


રાજસ્થાનના બિકાનેરથી સાહીરામ નામના સનાતન ધર્મીએ 11 માસ સુધી સતત યાત્રાધામ દ્વારકાની 1451 કિમીની યાત્રા પૂર્ણ કરી આજે દ્વારકા યાત્રાધામ ખાતે પધાર્યા છે. સનાતન સમાજમાં સુખ-શાંતિ સાથે વ્યસનમુકિ્ત આવે તે માટે તેમણે કઠિન દંડવત યાત્રા કરી છે. યાત્રાધામ દ્વારકા એ હિન્દુ સનાતન ધર્મીઓનું પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર હોય દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ યાત્રાધામમાં ઠાકોરજીના દર્શનાર્થે રેલ, રોડ ઈત્યાદિ માર્ગે પધારતા હોય છે, તો દર વર્ષે હજારો પગપાળા યાત્રાળુઓ પણ ઠાકોરજીના દર્શને દેશના વિવિધ ક્ષેત્રોથી પધારતા હોય છે. 


રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લાલેરા ધામના સાહીરામ નામના ભાવિક દ્વારા 19 મી ફેબ્રુઆરી, 2024ના રોજ દ્વારકા યાત્રાધામની દંડવત યાત્રા શરૂ કરી આશરે 1300 કિમી જેટલો પ્રવાસ દંડવત યાત્રા કર્યા બાદ છેલ્લાં 51 કિમીનો પ્રવાસ વધુ કઠિન બનાવી પેટે પલાણ કરી એટલે કે પેટથી ઘસડાઈને પૂર્ણ કરી આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચ્યા છે. યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચી ઠાકોરજીના દર્શન કરી હિન્દુ સનાતન ધર્મમાં દારૂ નામના વ્યાપેલા દુષણથી મુકિ્ત મળે અને સમાજ સનાતન ધર્મના રીત-ભાત સમજી તેનું ચુસ્તતાપૂર્વક પાલન કરે તેમજ દરેક સમાજના ઘરોમાં સુખ-શાંતિ રહે તે માટે ઠાકોરજીને પ્રાર્થના કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application