દાના: પશ્ર્ચિમ બંગાળ, ઓરિસ્સામાં એલર્ટ

  • October 23, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બંગાળની ખાડીમાં સર્જાયેલા ભયંકર ચક્રવાત દાના આવતીકાલે ૧૨૦ કિમીની સ્પીડે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાઈ વિસ્તારોમાં ત્રાટકી શકે છે, જેના પગલે સાવચેતીના ભાગ રૂપે બંને રાજ્યોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને શાળા-કોલેજો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે, ૧૭૮ ટ્રેન રદ કરી દેવાઈ છે તેમજ પ્રવાસીઓને જગન્ના પૂરી ન જવા સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે એક ચેતવણી જારી કરીને કહ્યું હતું કે બંગાળની ખાડીમાં બનેલું નીચા દબાણનું ક્ષેત્ર બુધવારે ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ પછી એકાદ દિવસમાં જ દિવસમાં ચક્રવાત ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકિનારા પર પહોંચી જશે. આ સમયગાળા દરમિયાન બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ૧૧૦-૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને આ સપ્તાહે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News