MLA પાડલિયાનો CM પટેલને પત્ર : ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં વરસાદી આફતને લઈને નુક્સાન, સર્વે કરી રાહત પેકેજની માંગ

  • July 25, 2023 08:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ધોરાજીમાં પડેલી વરસાદની આફતને લઈને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈને ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ ધોરાજી-ઉપલેટા વિસ્તાર માટે રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. ઉપલેટા-ધોરાજી વિસ્તારમાં સતત વરસાદ થવાથી ખેતરોનો ઉભો પાક નિષ્ફળ ગયો છે તેમજ જમીન ધોવાણ થતા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ પણ યોગ્ય વળતર ખાતરી આપી છે.



ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી રાઘવજી પટેલ તેમજ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં પાક નિષ્ફળ અને જમીન ધોવાણ બાબતે પત્ર લખી રજૂઆત કરી છે.



ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી રાઘવજી પટેલ તેમજ મંત્રી કુંવરજી બાવળીયાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં સતત ૧૬ જુલાઈથી અવિરત અંદાજીત ૫થી ૧૨ ઈંચ વરસાદ દરરોજ આવે છે. જેના કારણે જમીનમાં ઉભો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છ.  તેમજ કાંઠા વિસ્તારના ખેતરોમાં પૂરનું પાણી આવવાથી પાળા નાળા સેઢા અને જમીનોનું ધોવાણ થયા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ રોડ-રસ્તાનું ધોવાણ થયું છે. જે બાબતે તાત્કાલિક સર્વે કરી અને નુકશાનીનું વળતર ચુકવવા માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application