લાઠીના અકાળા રોડ પર પાણીના સંપ ખાતે મિક્સ દાળ બનાવવાના પ્રોગ્રામમાં દાળ બનાવવા બાબતે ડખ્ખો થતા યુવકને ગાળો ભાંડી શખસે છરીથી હુમલો કરતા છરીનો ઘા પડખામાં લાગી જવાથી ગંભીર હાલતમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે લાઠી પોલીસે યુવકના પિતાની ફરિયાદ પરથી હુમલો કરનાર મુન્ના ડાંગર સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ લાઠીના હરિશચંદ્રપરામાં રહેતો અને અકાળા રોડ ઉપર નવા બનતા પાણીના સંપમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો પારસ ઉર્ફે દશકો ચંદુભાઈ શેલીયા (ઉ.વ.30)નો ગત તા.8ના રાત્રીના અગ્યારેક વાગ્યે સંપ પર નોકરીએ હતો ત્યારે મિત્રો મુન્ના ડાંગર, બુધાભાઈ ડેર, મહાવીર શાહ, ભરત ચાવડા, હિત ડેર, રાહુલ સરવૈયા અને બિરજુ સહિતના ભેગા થયા હતા અને ત્યાં મિક્સ દાળ બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો દરમિયાન બધા પોત પોતાનું કામ કરતા હતા ત્યારે દાળ બનાવવા બાબતે પારસ ને મુન્ના ડાંગર સાથે રકજક થતા મુન્નો ગાળો આપવા લાગ્યો હતો આથી પારસએ ગાળો આપવાની ના પાડતા મુન્નાએ ઉશ્કેરાઈ છરી વડે હુમલો કર્યો હતો. છરીનો ઘા યુવકના પડખામાં ઊંડે ઘુસી જતા લોહી લુહાણ હાલતમાં પ્રથમ અમરેલી બાદ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. બનાવના પગલે પોલીસે મુન્ના ડાંગરને સંકજા લેવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિરાટ-અનુષ્કાના પરિવારની એઆઈ ઈમેજએ મચાવી ધૂમ
April 18, 2025 12:18 PMશહેરનો રાજાશાહી વખતનો ભુજીયો કોઠો નવ નિર્મિત થઇને થોડા દિવસોમાં ખુલ્લો મુકાશે
April 18, 2025 12:17 PMરીબડા પાસે કારાખાનને નિશાન બનાવનાર તસ્કર ટોળકી ઝડપાઇ
April 18, 2025 12:15 PMમદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના મંત્રી પોનમુડી વિરુદ્ધ એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો
April 18, 2025 12:12 PMનેશનલ હેરાલ્ડ કેસના અનુસંધાને જામનગરમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન
April 18, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech