જૂનાગઢ નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતીક મશરૂનું ડીજીપીના હસ્તે સન્માન

  • March 11, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પોલીસમાં ઉત્કૃષ્ઠ  અને સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લ ા તથા બ્રાન્ચમાંથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરી,  ગુજરાતના ડીજીપી ના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે.
જૂનાગઢ રેંજડીઆઈજી  નિલેષ જાંજડિયા, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પણ જૂનાગઢ જિલ્લ ામાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની દરખાસ્ત ડીજીપી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ  નેત્રમ શાખામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પ્રતીક મશરૂની ડીજીપી કમેન્ડેશન ડિસ્ક ૨૦૨૨ માટે પસંદગી કરવામાં આવેલ હતી. જેઓને ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે  ડીજીપી  વિકાસ સહાય ના હસ્તે ડીજીપી કમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા. 
​​​​​​​
જૂનાગઢ નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતિક મશરૂ જૂનાગઢ પોલીસની ત્રીજી આંખ એટલેકે સીસીટી કેમેરા  પર ચાંપતી નજર રાખે છે, ક્રાઇમ એનાલીસીસ અને ક્રાઇમ ડીટેકશન તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ એ નેત્રમ શાખાની મુખ્ય કામગીરી છે. પ્રતિક મશરૂને હાલમાં જૂનાગઢમાં યોજાયેલ રાજ્ય કક્ષાની ૭૫માં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત તથા  મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાલ ઓઢાડી તથા પ્રશંસા પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવેલ. આ ઉપરાંત સમગ્ર ભારતમાંથી ફકત ૫૦પોલીસ અધિકારીઓ અને ગુજરાતમાંથી ત્રણ પોલીસ અધિકારી પૈકી  પીએસઆઇ પ્રતિક મશરૂની સારી કામગીરી માટે પસંદગી કરવામાં આવેલ અને તે વખતના ભારત સરકારના કેન્દ્રીય ગૃહ સચિવ  રાજીવ ગોબાના હસ્તે સન્માન કરવામાં આવેલ ઇ કોપ એવોર્ડ, તેમજ નેત્રમ શાખાને ૧૫ એવોર્ડથી સન્માનિત કરેલ છે.  
ડીજીપી કમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવતા,જૂનાગઢ રેંજના ડીઆઈજી  નિલેષ જાજડિયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા , જૂનાગઢ ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા, હેડ કવા. નાયબ પોલીસ અધિક્ષક  એ.એસ.પટ્ટણી ,કેશોદ ડીવિઝનના  નાયબ પોલીસ અધિક્ષક  બી.સી.ઠકકર, માંગરોળ ડીવિઝનનાં  નાયબ પોલીસ અધિક્ષક ડી.વી. કોડીયાતર દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application