DC vs GT: રોમાંચક મેચમાં ગુજરાત સામે દિલ્હીની જીત, 224 રન બનાવ્યા બાદ પણ છેલ્લા બોલ પર જીતી દિલ્હી

  • April 24, 2024 11:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 220 રન જ બનાવી શકી હતી. આ રીતે દિલ્હી કેપિટલ્સનો 4 રને વિજય થયો હતો


દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 220 રન જ બનાવી શકી હતી. આ રીતે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. 


ગુજરાત ટાઇટન્સ માટે ડેવિડ મિલરે તોફાની ઇનિંગ રમી હતી. આ બેટ્સમેને 23 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો. ડેવિડ મિલર સિવાય સાઈ સુદર્શને 39 બોલમાં 65 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિદ્ધિમાન સાહાએ 25 બોલમાં 39 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં રાશિદ ખાને 11 બોલમાં 21 રન ફટકાર્યા હતા, પરંતુ ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો.


ગુજરાત ટાઇટન્સને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. રાશિદ ખાન અને મોહિત શર્મા ક્રિઝ પર હતા... દિલ્હી કેપિટલ્સની આશા મુકેશ કુમાર પર ટકી હતી. રાશિદ ખાને આ ઓવરના પ્રથમ 2 બોલ પર સતત 2 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ ત્રીજા અને ચોથા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહોતો. ત્યારબાદ રાશિદ ખાને પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી. હવે છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી, પરંતુ રાશિદ ખાન માત્ર 1 રન બનાવી શક્યો હતો. આ રીતે ઋષભ પંતની ટીમને રોમાંચક જીત મળી હતી.


દિલ્હી કેપિટલ્સ તરફથી રસિક દાર સલામે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી. આ સિવાય એર્નિક નોરખિયા, મુકેશ કુમાર અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application