તમિલનાડુ અને પોંડીચેરી વચ્ચે વાવાઝોડું ત્રાટકયું

  • November 30, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંગાળની ખાડીમાં સાઉથ વેસ્ટ દિશામાં સર્જાયેલું વાવાઝોડું ફેંગલ આજે બપોર બાદ તમિલનાડુ અને પુડીચેરી વચ્ચે દરિયાકાંઠે ત્રાટકયું હતું. તામિલનાડુના કરાઈકલ અને પોંડીચેરીના મહાબલીપુરમ વચ્ચેના દરિયામાં યારે બપોરે આ વાવાઝોડું ત્રાટકયું ત્યારે તેની ગતિ પ્રતિ કલાકના ૭૦ થી ૮૦ કિલોમીટરની હતી અને અમુક તબક્કે તે વધી ને ૯૦ કિલોમીટરે પહોંચી ગઈ હતી.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં આ સિસ્ટમ જનરેટ થયા પછી તે નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી હતી અને આજે બપોરે તામિલનાડુ તથા પુડીચેરી વચ્ચે કરાઇકલ અને મહાબલીપુરમના દરિયાકાંઠા વચ્ચે વાવાઝોડુ ત્રાટકયું હતું. છેલ્લા છ કલાકથી તે ૧૫ કીલોમીટરની ઝડપે તામિલનાડુ અને પોંડીચેરી તરફ આગળ વધી રહ્યું હતું અને આજે બપોર બાદ તે દરિયાકાંઠે ત્રાટકયું હતું.
વાવાઝોડાના કારણે તામિલનાડુમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાવાઝોડાના કારણે ઝીરો કેયુલીટીના માપદડં સાથે સરકારે બચાવ અને રાહતની કામગીરીની વ્યવસ્થા કરી છે. તામિલનાડુ ઉપરાંત આંધ્રપ્રદેશ કર્ણાટક પુડીચેરી અને લક્ષદ્રીપમાં ભારે વરસાદ પડી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application