બંગાળની ખાડીમાં સર્જાયેલા ભયંકર ચક્રવાત દાના આવતીકાલે 120 કિમીની સ્પીડે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાઈ વિસ્તારોમાં ત્રાટકી શકે છે, જેના પગલે સાવચેતીના ભાગ રૂપે બંને રાજ્યોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને શાળા-કોલેજો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે, 178 ટ્રેન રદ કરી દેવાઈ છે તેમજ પ્રવાસીઓને જગન્નાથ પૂરી ન જવા સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે એક ચેતવણી જારી કરીને કહ્યું હતું કે બંગાળની
ખાડીમાં બનેલું નીચા દબાણનું ક્ષેત્ર બુધવારે ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ પછી એકાદ દિવસમાં જ દિવસમાં ચક્રવાત ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકિનારા પર પહોંચી જશે. આ સમયગાળા દરમિયાન બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 110-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને આ સપ્તાહે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિની ઓડિશાની મુલાકાત મુલતવી
ચક્રવાતના ભયને જોતા ઓડિશામાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. 26મી ઓક્ટોબર સુધી સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઓડિશાની ત્રણ દિવસની મુલાકાત પણ મોકૂફ રાખવામાં આવી છે. ચક્રવાતના કારણે 23 થી 25 ઓક્ટોબર વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપ્ન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે ચક્રવાતની સંભાવનાને ધ્યાનમાં રાખીને, 10 દરિયાકાંઠાના જિલ્લાઓમાં એનડીઆરએફની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓને શહેર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય પ્રવાસીઓને 24-25 ઓક્ટોબરે પુરી ન જવાની સલાહ આપવામાં આવી છે.
ભારે વરસાદની શક્યતા
ચક્રવાત દરમિયાન મહાનગરપાલિકાનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. સાવચેતી માટે 250 રાહત કેન્દ્રો અને 500 વધારાના રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ભુવનેશ્વર હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મહાપાત્રાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે ચક્રવાત બુધવારે સૌથી વધુ સક્રિય બનશે. જેના કારણે બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 અને 25 ઓક્ટોબરના રોજ પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા અને બંગાળના ઝારગ્રામમાં ભારેથી અતિ ભારે વરસાદ અને એક-બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર 24 પરગણા, પુરુલિયા અને બાંકુરા જિલ્લામાં 24 અને 25 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.
એનડીઆરએફની ટીમો તૈનાત
કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. 7મી બટાલિયન એનડીઆરએફ, ભટિંડાના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પંકજ શમર્એિ જણાવ્યું હતું કે, 5 ટીમો ઓડિશા પહોંચી ચૂકી છે. તેમાં 152 જવાનો છે. અમે ભટિંડાથી ભુવનેશ્વર એરપોર્ટ પર આવ્યા છીએ અને અમે 5 જિલ્લામાં તૈનાત થવાના છીએ. અમારી પાસે છે. જરૂરી અમારું મુખ્ય કાર્ય જિલ્લા વહીવટીતંત્રને બચાવ, સ્થળાંતર અને રાહત સામગ્રીના વિતરણમાં મદદ કરવાનું છે.
10 લાખથી વધુને રાહત શિબિરમાં ખસેડવા તૈયારી
ઓડિશા સરકારે 14 જિલ્લાના 3,000 ગામડાઓમાંથી 10 લાખથી વધુ લોકોને રાહત શિબિરોમાં સ્થાનાંતરિત કરવાની યોજના બનાવી છે, જેમાં રાજ્યની અડધી વસ્તી તોળાઈ રહેલા ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે.
178 ટ્રેનો રદ
આ ચક્રવાતને કારણે ઓડિશામાંથી પસાર થતી 178 ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં હાવડા-સિકંદરાબાદ, શાલીમાર-પુરી સુપરફાસ્ટ, નવી દિલ્હી-ભુવનેશ્વર, હાવડા-ભુવનેશ્વર, હાવડા-પુરી સુપરફાસ્ટ, નવી દિલ્હી-પુરી, ખડગપુર-ખુદર્,િ સંબલપુર-પુરી એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech