જાપાન એરલાઇન્સ (જેએએલ)માં આજે સાયબર હુમલાને કારણે સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી અને ફ્લાઈટ કામગીરીને અસર થઈ હતી. આ સાયબર હુમલો આજેબ સવારે લગભગ 7.30 વાગ્યે થયો હતો. તેનાથી એરલાઈન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી છે. એરલાઈન્સના પ્રવક્તાએ સાઈબર હુમલાની પુષ્ટિ કરી છે.
અહેવાલ મુજબ, સાયબર હુમલાના કારણે જાપાન એરલાઈન્સની નવ ડોમેસ્ટિક ફ્લાઈટ સેવાઓ મોડી પડી હતી. એરલાઈને ફ્લાઈટ્સ માટે ટિકિટનું વેચાણ પણ સ્થગિત કર્યું હતું. વિક્ષેપ હોવા છતાં જેએએલએ પુષ્ટિ કરી કે ફ્લાઇટ સલામતી પર કોઈ અસર થઈ નથી.
એક નિવેદનમાં એરલાઈને જણાવ્યું હતું કે આઉટેજ, જેના કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં વિલંબ થયો હતો, તે એરલાઈનને તેના ગ્રાહકો સાથે જોડતા નેટવર્ક સાધનો સાથે જોડાયેલી હતી. કેરિયરે સમસ્યાના સ્ત્રોતની ઓળખ કરી અને એક ખામીયુક્ત રાઉટરને અસ્થાયી રૂપે બંધ કરી દીધું. આ અહેવાલ દાખલ કરતી વખતે, સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ હતા. જેએએલએ મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગી છે અને ખાતરી આપી છે કે પરિસ્થિતિ જેમ જેમ સુધરશે તેમ અપડેટ્સ જારી કરવામાં આવશે.
આજે જેએએલ શેર ટ્રેડિંગમાં 2.5 ટકા જેટલો ઘટ્યો હતો, જે ઑક્ટોબરની શરૂઆત પછીનો સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો હતો. 1951માં સ્થપાયેલી, જાપાન એરલાઇન્સ ટોક્યોના નરીતા અને હાનેડા એરપોર્ટ તેમજ ઓસાકાના કંસાઈ અને ઈટામી એરપોર્ટ પરના મુખ્ય કેન્દ્રોથી સંચાલન કરે છે. વર્ષોથી તે 1987માં સરકારની માલિકીની એન્ટિટીમાંથી સંપૂર્ણ ખાનગી એરલાઇનમાં પરિવર્તિત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech